આ પૂર્વ દિગ્ગજે કહ્યું- હું શાર્દૂલ અને ગિલને વર્લ્ડ કપમાં સામેલ નહીં કરું

PC: khabarchhe.com

પૂર્વ ભારતીય ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંતે આગામી વર્લ્ડ કપને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો તેઓ સિલેક્ટર છે તો પછી બે ખેલાડીઓને નિશ્ચિત રૂપે વર્લ્ડ કપમાં જગ્યા નહીં આપે. કૃષ્ણમાચારી શ્રીકાંતના જણાવ્યા મુજબ, તેઓ શુભમન ગિલ અને શાર્દૂલ ઠાકુરને વર્લ્ડ કપની ટીમમાં સામેલ નહીં કરે. હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની રિવ્યૂ મીટિંગ બાદ એવા સમાચાર સામે આવ્યા હતા કે વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓની પસંદગી કરી લેવામાં આવી છે અને એ જ ખેલાડીઓને રોટેટ કરવામાં આવશે.

ત્યારબાદ દરેક પોત-પોતાની તરફથી અનુમાન લગાવી રહ્યું છે કે, કયા કયા ખેલાડીઓને આ 20 સભ્યોની ટીમમાં જગ્યા મળી શકે છે અને કોણ બહાર રહી શકે છે. કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ તેને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે અને બે ખેલાડીઓને ટીમમાં ન સામેલ કરવાની વાત કહી છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, બે એવા ખેલાડી હશે જે મારી લિસ્ટમાં નહીં હોય. એક તો ખેલાડી શુભમન ગિલ છે અને બીજો શાર્દૂલ ઠાકુર. તેમણે આગળ કહ્યું કે, જો મીડિયમ પેસરની વાત કરીએ તો હું જસપ્રીત બુમારહ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ સાથે જઇશ.

તેમણે કહ્યું કે, 4 મીડિયમ પેસર પૂરતા છે. મોહમ્મદ શમી પણ એક વિકલ્પ હોય શકે છે. હું આ સમયે એક ફેન તરીકે નહીં પરંતુ, ચેરમેન ઓફ સિલેક્ટર તરીકે વાત કરી રહ્યો છું. હું તેની જગ્યાએ દીપક હુડાને ચાંસ આપીશ અને મારું માનવું છે કે તે એવો ખેલાડી છે જે તમને મેચ જીતાડી શકે છે. જો તમારે મેચ જીતવી હોય તો પછી યુસુફ પઠાણ જેવા ખેલાડીઓની જરૂરિયાત છે જે એકલાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા રાખતા હોય. જો આ ખેલાડી તમને 2 કે 3 મેચ જીતાડી દે તો પૂરતું છે. આ ખેલાડીઓ પાસે નિરંતરતની આશા ન રાખો.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં શાર્દૂલ ઠાકુરને રમવાનો ચાન્સ મળ્યો નહોતો. તો શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં પણ તેને ચાન્સ મળ્યો નથી. જ્યાં શુભમન ગિલની વાત કરીએ તો તેને શ્રીલંકા વિરુદ્ધની T20 અને વન-ડે સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે હાલમાં જ મુંબઇમાં રમાયેલી પહેલી T20 મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝની અત્યાર સુધી રમાયેલી બંને જ મેચમાં તે નિષ્ફળ સાબિત થયો. પહેલી મેચમાં તે 7 જ્યારે બીજી મેચમાં 5 રન બનાવીને આઉટ થઇ ગયો. જો કે, વન-ડે અને ટેસ્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp