અકમલે કહ્યુ- 2019 વર્લ્ડ કપ બાદ ભારતે 50 ખેલાડીઓને ચાન્સ આપ્યો જે....

PC: cricfit.com

પાકિસ્તાની ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે યુવાઓને આગળ વધારવા અને ટોપ લેવલ પર ચાંસ આપવા માટે ભારતીય ક્રિકેટ સિસ્ટમના વખાણ કર્યા છે. કામરાન અકમલના જણાવ્યા મુજબ, એમ કરીને ભારતીય ક્રિકેટ ટીમ સતત ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. શિખર ધવનના નેતૃત્વવાળી યુવા ભારતીય ટીમે હાલમાં જ સંપન્ન થયેલી વન-ડે સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને તેના જ ઘર આંગણે 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ભારતીય ટીમના પ્રદર્શન બાબતે વાત કરતા કામરાન અકમલે કહ્યું કે, આ જીત દેશમાં વધતી પ્રતિભાની છે.

કામરાન અકમલે પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, વર્ષ 2019ના વર્લ્ડ કપ બાદ મારા ખ્યાલથી ભારતે લગભગ 50 ખેલાડીઓને ચાન્સ આપ્યો. તેણે પોતાના ભવિષ્યની શોધ કરી. હાલના સીનિયર ખેલાડી જ્યારે સંન્યાસ લેશે તો તેમની જગ્યા કોણ લેશે. પહેલા સૌરવ ગાંગુલી, વી.વી.એસ. લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સચિન તેંદુલકર ગયા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન અને જસપ્રીત બૂમરાહે જવાબદારી સંભાળી. કામરાને આગળ કહ્યું કે, લાગતું હતું કે જ્યારે યુવરાજ સિંહ અને સુરેશ રૈના ગયા તો ભારતીય ટીમમાં મોટું અંતર આવશે, પરંતુ અંગત માનવું છે કે ભારતીય ટીમ આગામી 15-20 વર્ષ કોઈ ખાલીપણું નહીં આવે.

ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ, રિષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા મુખ્ય ખેલાડીઓ વિના જીતી છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ભારતીય ટીમના મુખ્ય સકારાત્મક પહેલું બાબતે વાત કરતા કામરાન અકમલે કહ્યું કે, શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝમાં ભારતીય ટીમ માટે સૌથી સકારાત્મક પક્ષ રહ્યો બેન્ચ સ્ટ્રેન્થનું પ્રદર્શન. ભારતીય ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડી નહોતા, પરંતુ શુભમન ગિલે તેની જવાબદારી ઉઠાવી અને સુનિશ્ચિત કર્યું કે ભારતીય ક્રિકેટ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

કામરાન અકમલે કહ્યું કે, શુભમન ગિલે સીરિઝમાં શાનદાર બેટિંગ કરી. તેની બેટિંગ જોવામાં આનંદ આવ્યો. તેની પાસે પોતાના સ્ટ્રોક્સ રમવા માટે ઘણો સમય છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમમાં હાલમાં જ મોટા પરિવર્તન જોવા મળ્યા છે. BCCIએ છેલ્લા એક વર્ષમાં લગભગ 7 કેપ્ટનોનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે ભારતીય ક્રિકેટ સિસ્ટમ કોઈ એક ખેલાડી પર નિર્ભર રહેવા માંગતી નથી કેમ કે, જો ટીમ સ્ટાર ખેલાડી કોઈ કારણ બહાર થઈ જાય તો જરૂરિયાત પડવા પર યુવા ખેલાડી તેમની ગેરહાજરીમાં ટીમને આગળ લઈ જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp