કપિલ દેવે આ દિગ્ગજ ભારતીય ખેલાડી પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- શું તે ફિટ છે...?

PC: twitter.com

વર્ષ 2023ની શરૂઆત થતા જ ટીમ ઈન્ડિયાની નજર વન-ડે વર્લ્ડ કપ પર ટકેલી છે. વર્ષના અંતમાં આ ટુર્નામેન્ટ માત્ર ભારતમાં જ રમાવાની છે. ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ કરી રહી છે પરંતુ ઘણી ચિંતાઓ પણ છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવે વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પર સવાલ ઉઠાવ્યા છે, તેમણે કહ્યું છે કે રોહિત શર્માની ફિટનેસ અનેક શંકાઓ ઉભી કરે છે.

કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રોહિત શર્મા પાસે બધુ જ છે, પરંતુ મને લાગે છે કે તેની ફિટનેસ પર સવાલ ઉભા થાય છે. શું તે ફિટ છે? કારણ કે કેપ્ટન દરેકને પ્રોત્સાહિત કરે તેવો હોવો જોઈએ, જેથી અન્ય ખેલાડીઓ પણ ફિટ રહી શકે. ખેલાડીઓને તેમના કેપ્ટન પર ગર્વ હોવો જોઈએ. 1983માં ભારતને વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે હું કહી શકું છું કે રોહિતની ફિટનેસ સવાલોથી ઘેરાયેલી છે.

કપિલ દેવે કહ્યું કે ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે રોહિત શર્માએ મોટા રન બનાવ્યા નથી, હું આ વાતો સાથે સંમત છું પરંતુ તેની ક્રિકેટ સ્કિલ વધુ ચિંતાનો વિષય નથી. તે એક શાનદાર ક્રિકેટર છે, પરંતુ જો તે ફિટ હશે તો આખી ટીમ તેની સાથે આગળ વધશે.

જણાવી દઈએ કે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાં ઈજાગ્રસ્ત થયો હતો, અંગૂઠામાં ઈજાના કારણે તે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. આ સિવાય, જ્યારથી તે ફુલ ટાઈમ કેપ્ટન બન્યો છે, ત્યારથી વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા ઘણી સીરિઝ અને મેચોમાં બ્રેક લઈ રહ્યો છે. આ મેચોમાં રોહિત શર્માનું ફોર્મ પણ ચિંતાનો વિષય બની ગયું છે અને તે મોટો સ્કોર કરી શક્યો નથી.

શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મો.શમી, મો. સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

1લી વન-ડે- 10 જાન્યુઆરી, ગુવાહાટી

2જી વન-ડે- 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી વન-ડે- 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp