ભૈંસા દોડમાં એટલું ઝડપી દોડ્યો શ્રીનિવાસ કે તેણે ઉસેન બોલ્ટનો રેકોર્ડ પણ તોડ્યો

PC: twimg.com

કર્ણાટકમાં થોડા દિવસો પહેલા થયેલી ભૈંસા દોડથી જાણીતા થયેલા 28 વર્ષના શ્રીનિવાસ ગૌડ઼ા માટે સ્પોર્ટ મિનિસ્ટર કિરેન રિજિજૂએ ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટ કરી શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલાવવાની વાત કરી છે. શ્રીનિવાસે ભૈંસા દોડમાં 13.62 સેકન્ડમાં 142.50 મીટરનું અંતર કાપી 30 વર્ષનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનિવાસ તેની આ ઉપલબ્ધિ બાદ સોશિયલ મીડિયા પર સ્ટાર બન્યો છે.

ટ્વીટર પર એક યૂઝરે શ્રીનિવાસ ગૌડ઼ાના આ રૅકોર્ડ વિશે વાત કરતા સ્પોર્ટ મિનિસ્ટર કિરણ રિજિજૂને ટેગ કર્યા હતા. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રીનિવાસે આ દોડમાં 142.50 મીટરનું અંતર 13.62 સેકન્ડમાં પૂરુ કર્યું. એટલે કે તેણે 100 મીટરનું અંતર માત્ર 9.55 સેકન્ડમાં પૂરુ કર્યું. જણાવી દઈએ કે, વર્લ્ડ રૅકોર્ડ ધારક ચેમ્પિયન એથલીટ ઉસેન બોલ્ટે 100 મીટરની રિલે રેસ 9.58 સેકન્ડમાં પૂરી કરી વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો હતો. 28 વર્ષના શ્રીનિવાસે રૅકોર્ડ તોડી નાખ્યો છે તેનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સ્પોર્ટ મિનિસ્ટર રિજિજૂએ ટ્વીટ કરી લખ્યું, હું સાઈ કોચો દ્વારા કર્ણાટકના શ્રીનિવાસને ટ્રાયલ માટે બોલાવીશ. સામાન્ય રીતે એથલેટિક્સમાં ઓલ્મ્પિકના માપદંડો વિશે લોકોને જ્ઞાન ઓછું હોય છે. પણ હું એ જોઈશ કે ભારતની કોઈ પ્રતિભા પાછળ નહીં રહી જાય.

શ્રીનિવાસ કર્ણાટકના કન્નડ જિલ્લાના મોડાબિદ્રી વિસ્તારમાં રહે છે. ટ્વીટર યૂઝરના દાવા અનુસાર, તેણે આ રૅકોર્ડ એક ભૈંસા દોડમાં બનાવ્યો છે, જેને કંબાલા નામથી ઓળખવામાં આવે છે. આ દોડ પાણી ભરેલા ધાનના ખેતરોમાં આયોજિત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp