કે.એલ. રાહુલનું માનવું છે વધુ પૈસા યુવા ક્રિકેટર્સને ભટકાવી શકે છે

PC: twitter.com/klrahul

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કે.એલ. રાહુલનું માનવું છે કે, યુવા ક્રિકેટર્સ માટે એક મોટો અને આકર્ષક કોન્ટ્રાક્ટ મોટી વ્યાકુળતાનું કારણ બની શકે છે. યુવા ક્રિકેટર્સને જ્યારે મોંઘા કે વધારે પૈસાવાળા કોન્ટ્રાક્ટ મળે છે તો તેમનું ધ્યાન તેમના કરિયરથી ભટકી શકે છે. એમ ખાસ કરીને ત્યારે થાય છે, જ્યારે તેમની પાસે કોઈ ગાઈડ એટલે કે માર્ગદર્શન કરવા માટે હોતું નથી. કે.એલ. રાહુલે ‘ધ રણવીર શૉ’ પર વાત કરતા આ મુદ્દા પર વાતચીત કરી હતી.

તેણે કહ્યું કે, ખૂબ જલદી, કોઈના માર્ગદર્શન વિના ઘણા બધા પૈસા મળવાથી ખેલાડીનું મન ભટકી શકે છે. મને જલદી, ઘણા પૈસા મળ્યા નહોતા. મારા કરિયરમાં બધુ સ્ટેપ બાય સ્ટેપ થયું છે. મેં પોતાની શરૂઆત ધીરે ધીરે કરી હતી અને બેઝિક કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો હતો. આગળ વાત કરતા કે.એલ. રાહુલે પોતાના મોટા કોન્ટ્રાક્ટ બાબતે વાત કરતા કહ્યું કે, શરૂઆતમાં વધારે પૈસા જોઈને તેનું મન ભટકી પણ ગયું હતું, પરંતુ તેને જલદી જ તેનો અનુભવ થઈ ગયો.

તેણે કહ્યું કે, મારો પહેલો મોટો કોન્ટ્રાક્ટ વર્ષ 2018માં મળ્યો હતો, ત્યારે હું કદાચ 25 કે 26 વર્ષનો હતો. એ સમયથી અત્યાર સુધી મારા કરિયરમાં કેટલાક ઉતાર-ચડાવ આવ્યા હતા અને એ તમને ઘણું શીખવે છે. તેનાથી તમારું મન પહેલાથી ઘણું બધુ સંતુલિત થઈ જાય છે. અહી સુધી કે શરૂઆતમાં મારું મન પણ પોતાના પહેલા મોટા ચેકને જોઈને અસંતુલિત થઈ ગયું હતું, પરંતુ મને ખૂબ જ જલદી તેનો અનુભવ થયો અને મેં પોતાને શાંત કર્યો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે કેપ્ટન્સી કરનાર કે.એલ. રાહુલે કહ્યું કે, કોઈ પણ યુવા ક્રિકેટર્ન શરૂઆતી સમયમાં એક મેન્ટરનું હોવું ખૂબ જરૂરી હોય છે. તેનાથી તેમને કરિયરને યોગ્ય રીતે આગળ વધારવામાં મદદ મળે છે. તમે દુનિયા સામે મોટા હોવ છો અને આગળ વધો છો. તમારી દરેક પળમાં, દરેક એક એક્શન અને તમારા મોઢેથી નીકળેલા દરેક શબ્દ આંકવામાં આવે છે અને એટલે તમે હંમેશાં દબાવમાં હોવ છો. તમે તેને અનુભવી શકો છો. કોઇએ તમને એમ કહેવાની જરૂરિયાત નથી.

રાહુલે આગળ કહ્યું કે, ઓછામાં ઓછું ક્રિકેટની દુનિયામાં જો તમે ભાગ્યશાળી છો તો તમારી પાસે એક મેન્ટર હોય છે, જે તમારી યુવાવસ્થા એટલે કે 17-18 વર્ષની ઉંમરમાં યોગ્ય રીતે તમારું માર્ગદર્શન કરી શકે છે. તેઓ તમને ઇન્ટરનેશનલ લેવલ માટે તૈયાર કરે છે, જેથી તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ કે IPLનો દબાવ ઝીલી શકો. મારી પાસે કોઈ મેન્ટર નહોતા, એટલે મને બધુ પોતે જ શીખવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલ હાલની IPL સીઝનમાં 11 મેચ રમ્યો છે, જેમાં તેણે 274 રન બનાવ્યા હતા. બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી મેચમાં તે ઇજાગ્રસ્ત થઈને આખા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp