રાહુલ જ્યારે જલદી આઉટ થાય છે લખનૌ સારા રન બનાવે છે, શરમજનક રેકોર્ડ સામે આવ્યો

PC: jansatta.com

IPL 2023ની 38મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 257 રન બનાવ્યા હતા. બેટિંગ માટે શાનદાર પીચ જોતા જ લખનઉના બેટ્સમેનોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ આ મેચમાં પણ KL રાહુલનું બેટ કામ ન કરી શક્યું અને તે ફરી એકવાર નિષ્ફળ ગયો. એક તરફ જ્યારે અન્ય બેટ્સમેનો 200ની આસપાસના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યા હતા. ત્યાં KL રાહુલ 9 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. પરંતુ આ દરમિયાન આ IPLમાં KL રાહુલનો એક શરમજનક રેકોર્ડ સામે આવ્યો છે.

KL રાહુલ આ IPLમાં માત્ર ઓછા રન બનાવવા માટે જ નહીં પરંતુ તેની ધીમી સ્ટ્રાઈક રેટને કારણે પણ ટ્રોલ થઈ રહ્યો છે, જે ટીમની હાર પાછળનું એક મોટું કારણ બની રહ્યું છે. જે મેચમાં KL રાહુલ 35 કે તેથી વધુ રન બનાવી રહ્યો છે, તેમાં લખનઉની ટીમ મોટો સ્કોર કરી શકી નથી. જ્યારે, જે મેચમાં તે 20થી ઓછા રન બનાવીને આઉટ થઈ રહ્યો છે. તે મેચમાં તેની ટીમ મોટો સ્કોર બનાવી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, KL રાહુલ જેટલી લાંબી બેટિંગ કરશે, લખનઉની ટીમનો રન રેટ તેટલો ઓછો થશે. બીજી તરફ જો તે વહેલો આઉટ થઈ જાય તો ટીમ સારા રન રેટથી બેટિંગ કરે છે.

IPLમાં દરેક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને KL રાહુલનો સ્કોર: 257 વિ પંજાબ કિંગ્સ-KL રાહુલનો સ્કોર 12 (9), 213 વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-KL રાહુલે 18 (20), 205 વિ ચેન્નાઈ સુપર કિંગ્સ-KL રાહુલનો સ્કોર 20 (18), 193 વિ દિલ્હી કેપિટલ્સ-KL રાહુલે 8 (12), 159 વિ પંજાબ કિંગ્સ-KL રાહુલનો સ્કોર 74 (56), 154 વિ રાજસ્થાન રોયલ્સ-KL રાહુલનો સ્કોર 39 (32), 128 વિ ગુજરાત ટાઇટન્સ-KL રાહુલ સ્કોર 68 (61), 127 વિ સનરાઇઝર્સ હૈદરાબાદ-KL રાહુલનો સ્કોર 35 (31).

IPLની આ સિઝનમાં KL રાહુલના પ્રદર્શન પર એક નજર કરીએ તો તેણે 8 મેચમાં 114.64ના સ્ટ્રાઈક રેટથી માત્ર 274 રન બનાવ્યા છે. KL રાહુલ ટીમ ઈન્ડિયા માટે નહીં તો ઓછામાં ઓછા IPLમાં દર વર્ષે સારા સ્ટ્રાઈક રેટ અને એવરેજથી રન બનાવતો હતો. પરંતુ આ વર્ષે તે IPLમાં પણ રન બનાવી શક્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp