બહારના બોલ પર આઉટ થતા કોહલી વિશે જાણો રોહિતે શું કહ્યું
26 ડિસેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ મેલબર્નના સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે એક જ વાતની ચર્ચા ચાલે છે કે, રોહિત શર્મા ટીમમાં શું ફેરફાર કરશે, પ્લેઇંગ XI કેવી હશે. આ અંગે રોહિત શર્માએ જવાબ આપી દીધો છે. આ ઉપરાંત તેણે પોતાની ઈજાને લઈને પણ અપડેટ આપતા જણાવ્યું હતું કે, તે સંપૂર્ણપણે ફીટ છે. રોહિતે કહ્યું કે, મારું ઘૂંટણ ઠીક છે.
રોહિત શર્માએ ટીમમાં શું બદલાવ કરશે તે અંગે જવાબ આપ્યો હતો કે, હું જે કરીશ તે ટીમ માટે સર્વશ્રેષ્ઠ હશે. કોણ ક્યાં બેટિંગ કરશે, તેને લઈને તમે ચિંતા ના કરો. આના પર વિચાર કરવાની જરૂર છે અને આ એવી વસ્તુ નથી કે જેના પર હું ચર્ચા ન કરું. અમે એ જ કરીશું, જે ટીમ માટે સર્વશ્રેષ્ઠ હશે.
વિરાટ કોહલી ઓફ સ્ટમ્પથી બહાર જતી બોલ પર આઉટ થાય છે તે અંગે રોહિતે કહ્યું હતું કે, આ દિગ્ગજ બેટ્સમેન તેને પાર પાડવાનો કોઈ આઇડિયા શોધી લેશે. તમે કોહલીના ઓફ સ્ટમ્પની વાત કરી રહ્યા છે. તમે વર્તમાન સમયના દિગ્ગજ બેટ્સમેનની વાત કરી રહ્યા છે. આધુનિક યુગનો આ મહાન બેટ્સમેન તેનો રસ્તો પોતે તૈયાર કરી લેશે.
યશસ્વી જૈસવાલે પહેલી મેચમાં 161 રન બનાવ્યા બાદ બાકીની મેચમાં ઝઝૂમી રહ્યો છે આ અંગે રોહિતે કહ્યું કે, તેને પોતાની નૈસર્ગિક રમત રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. અમે જૈસવાલની માનસિકતા નથી બદલવા માગતા. તે કોઈ અન્ય ખેલાડીની સરખામણીમાં પોતાની બેટિંગ સારી રીતે સમજે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp