26th January selfie contest

બીજી ક્વોલિફાયર મેચમાં 2 બોલ પર 2 કેચ પકડાયા પરંતુ કોઈ બેટ્સમેન આઉટ ન થયો

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021મા બુધવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાયેલી બીજી ક્વાલિફાયર મેચમાં એક ગજબનો નજારો જોવા મળ્યો. બે બોલમાં બે અલગ અલગ બેટ્સમેન કેચ આઉટ થયા પરંતુ બંને જ હકીકતમાં આઉટ ન થયા. આ વાત થોડી હેરાન પરેશાન કરનારી લાગે છે પરંતુ IPLમાં બધુ જ સંભવિત હોય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જ્યારે દિલ્હી કેપિટલ્સ બેટિંગ કરી રહી હતી તો 17મી ઓવરમાં આ નજારો જોવા મળ્યો હતો.

17મી ઓવરમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યો હતો. ઓવરનો ચોથો બોલ જ્યારે તેણે નાખ્યો તો દિલ્હી કેપટલ્સના બેટ્સમેન શિમરન હેટમાયરે મોટો શૉટ માર્યો પરંતુ શુભમન ગિલે એક ખૂબ જ શનાદાર કેચ પકડી લીધો. હેટમાયર પોવેલિયન તરફ જઈ રહ્યો હતો પરંતુ અમ્પાયરે તેને રોકી લીધો અને ત્યારબાદ ખબર પડી કે એ તો નો બોલ હતો. એવામાં આઉટ થઈ ચૂકેલો હેટમાયરને જીવનદાન મળી ગયું પરંતુ ત્યારબાદ ફરી એમ થયું જ્યારે હેટમાયર પાછો આવ્યો અને શ્રયસ ઐય્યર તેની સાથે પીચ પર હતો.

એવામાં નો બોલ બાદ આગામી બોલ ફ્રી હિટ હતો. શ્રેયસ ઐય્યરે આ બોલ પર મોટો શૉટ માર્યો પરંતુ પોઈન્ટ પાસે જ ઈયોન મોર્ગને તેનો કેચ પકડી લીધો પરંતુ એ તો ફ્રી હિટ હતો એટલે એ પણ નોટ આઉટ જ રહ્યો કેમ કે ફ્રી હિટમાં માત્ર રનઆઉટ જ માન્ય હોય છે. એવામાં કોલકાતા નાઈટ રાઇસર્સને બે બોલ પર બે વિકેટ જરૂર મળી પરંતુ એક પણ બેટ્સમેન આઉટ ન થયો. જીવનદાન મળ્યા બાદ શિમરોન હેટમાયરે સિક્સનો વરસાદ કરી દીધો. શારજાહમાં રમાઈ રહેલી આ મેચમાં પીચ ખૂબ સ્લો રહી. એવામાં મોટા શૉટ લગાવવા મુશ્કેલ થઈ રહ્યા હતા.

આ જ કારણે દિલ્હી કેપિટલ્સની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી. આ મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઇડર્સે આ મેચ 3 વિકેટે જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોલકાતા નાઈટ રાઇડર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને એ તેમના માટે યોગ્ય નિર્ણય સાબિત થયો. કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હીની ટીમને સીમિત 20 ઓવરમાં 135 રન પર જ રોકી દીધી. ત્યારબાદ 136 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરએ ટીમને શાનદાર શરૂઆત અપાવી.

 કોલકાતા મેચમાં એક તરફી જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ શુભમન ગિલ આઉટ થયા બાદ મેચની અંતિમ ઓવરોમાં ટ્વીસ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ. સતત વિકેટ પડી જવાના કારણે મેચ કોઈ પણ જીતી શકે એવી સ્થિતિમાં થઈ ગઈ હતી. છેલ્લી ઓવરમાં 7 રન કરવાના હતા અને અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરી જેમાં છેલ્લા 2 બોલમાં 6 રન કરવાના હતા ત્યારે રાહુલ ત્રિપાઠીએ સિક્સ લગાવીને કોલકતાને ફાઇનલમાં પહોંચાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp