કુલદીપે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વન-ડેમાં આ ખાસ વર્લ્ડ રૅકોર્ડ કર્યો પોતાના નામે

PC: bcci.tv

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતના સ્પિનર કુલદીપ યાદવનો તરખાટ જોવા મળ્યો હતો. ત્રણ વન-ડે મેચોની સીરિઝની પ્રથમ વન-ડેમાં કુલદીપ યાદવે તેના કરિયરની સૌથી બેસ્ટ બોલિંગ કરી હતી. તેણે પ્રથમવાર પાંચ અથવા તેના વધુ વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કુલદીપ યાદવની બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો કાંઇ પ્રદર્શન કરી શક્યા નહોતા અને 268 રનમાં જ ઓલઆઉટ થઇ ગયા હતા. કુલદીપ યાદવે 25 રન આપીને છ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની જમીન પર છ વિકેટ ઝડપનાર કુલદીપ યાદવ પ્રથમ સ્પીનર બન્યો હતો.

આ સાથે કુલદીપે વન-ડે ઇન્ટરનેશનલમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી શ્રેષ્ઠ બોલિંગ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સ્પિનર બ્રેડ હોગના નામે હતો. તેણે 2005માં વેસ્ટ ઇન્ડિય સામે મેલબોર્નમાં 32 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ ભારતનો નવમો બોલર બની ગયો છે જેણે એક જ વન-ડે મેચમાં છ વિકેટ ઝડપી હોય. ઝડપી બોલર આશીષ નહેરાએ બે વખત આ કારનામો કર્યો છે.

 

Source cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp