રાઇનો પહાડ બનાવી દીધો... ICCએ સિરાજ સાથે અન્યાય કર્યો, હરભજને કર્યો જોરદાર વિરોધ

PC: thesportstak.com

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડને આપવામાં આવેલી સજા પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને સ્વીકાર્ય નહોતી. હરભજનના મતે, સિરાજના અનુશાસનાત્મક રેકોર્ડમાં ડિમેરિટ પોઈન્ટ ઉમેરવા અને મેચ ફીના 20 ટકાનો દંડ લગાવવો અયોગ્ય છે. તે સિરાજ-હેડ ઝઘડામાં ICCની દખલગીરીને યોગ્ય નથી માનતો. મજબૂત ડોઝ આપતા તેણે કહ્યું કે, ICCએ આવી નાની નાની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં સિરાજ અને હેડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે આક્રમક રીતે ઉજવણી કરી હતી અને પેવેલિયન જવાનો સંકેત આપ્યો હતો. જ્યારે, હેડએ કથિત રીતે અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

હરભજને એક સ્પોર્ટ્સ ચેનલ પર કહ્યું કે, રાઇ નો પહાડ બનાવી દેવામાં આવ્યો છે. ICCએ હસ્તક્ષેપ કરવો પડે એવું કંઈ થયું નથી. એવું કંઈ ન થયું કે, તેઓ એકબીજા સાથે હાથથી લડાઈ કરી. ટ્રેવિસ હેડે કંઈક કહ્યું, જેના પર સિરાજે પ્રતિક્રિયા આપી. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પરંતુ ICCએ દરમિયાનગીરી કરી. બંનેને એક-એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. સિરાજને મેચ ફીના 20 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બંને ખેલાડીઓએ એક સરખું કાર્ય કર્યું હતું. હેડએ જે શબ્દો કહ્યા હતા તે જ શબ્દો સિરાજે કહ્યા પણ ન હતા. તેણે તો માત્ર હાથ વડે ઈશારો કર્યો. જ્યારે હેડે તે શબ્દો કહ્યા ત્યારે સિરાજે તે ઈશારો કર્યો. જો બંનેએ સરખું જ કાર્ય કર્યું છે તો સિરાજ પર વધારે 20 ટકા શા માટે લાદવામાં આવ્યા?

ભૂતપૂર્વ સ્પિનરે આગળ કહ્યું, 'દુનિયાની કોઈપણ રમતને જુઓ, તે કેટલી સ્પર્ધાત્મક છે. મને લાગે છે કે જો ICC દરેક વાત પર અને દરેક ઝગડામાં દખલ કરશે તો તે રમતનો ચાર્મ ખોવાઈ જશે. ક્રિકેટ હોય, બેઝબોલ હોય કે અન્ય કોઈ રમત હોય, થોડી ઘણો ઝઘડો તો થાય જ છે. જેના કારણે રમતગમતમાં એક વાતાવરણ ઉભું થાય છે. ICCએ નાની-નાની બાબતોમાં દખલ ન કરવી જોઈએ. ICCને મોટી બાબતોમાં દરમિયાનગીરી કરવી જોઈએ. જો કોઈ પોતાની મર્યાદા ઓળંગે છે તો એક કમિટી બનાવવી જોઈએ. સિરાજ-હેડની બાબત ખૂબ જ નાની હતી, જેને એક મોટું સ્વરૂપ આપી દીધું હતું.'

એડિલેડ ટેસ્ટના બીજા દિવસે સિરાજ અને હેડ વચ્ચે ઝઘડો થયો હોવા છતાં, ત્રીજા દિવસે બંને મેદાન પર સામાન્ય દેખાતા હતા. હરભજને કહ્યું કે, હવે બધાએ આ ઘટનાથી આગળ વધીને બ્રિસ્બેન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેણે કહ્યું, 'જે થયું તે ભૂલી જાઓ અને આગળ વધો.' ખેલાડીઓએ સમાધાન કરી લીધું અને એકબીજા સાથે વાત પણ કરી છે. આમ પણ હવે, ICCએ ખેલાડીઓને સજા કરી છે. હવે આ મુદ્દાને બાજુ પર રાખીને આગળ વધો અને બ્રિસ્બેન પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચાલો હવે બહુ થયું, આ બધા વિવાદોને બદલે ક્રિકેટ પર ધ્યાન આપીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp