LSGએ રીલિઝ કરી દેતા છલકાયું મનીષ પાંડેનું દર્દ, બોલ્યો- ફોન પણ ન કર્યો, ન તો...

PC: cricxtasy.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને દરેક ટીમે પોત-પોતાની રીલિઝ, રિટેન લિસ્ટ જાહેર કરી દીધી છે. કેટલીક ટીમ્સે કેટલાક ચોંકાવનારા નિર્ણય પણ લીધા છે. તો બાકીઓએ એ જ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે, જેમની ફેન્સને આશા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની વાત કરીએ તો મનીષ પાંડે એવું નામ છે, જેના પર ખૂબ વાતો થઇ. મનીષ પાંડેનું પ્રદર્શન ગત IPL સીઝનમાં સારું રહ્યું નહોતું. મનીષ પાંડેને ત્રણ નંબર પર બેટિંગ કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જેને તે નિભાવી ન શક્યો.

એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા મનીષ પાંડેએ જણાવ્યું કે, ન મને કોલ આવ્યો. મને તેની બાબતે એ દિવસે ખબર પડી, જ્યારે એ લિસ્ટની જાહેરાત થઇ ગઇ. કોઇ વાતચીત જ થઇ નથી, પરંતુ કોઇ વાંધો નહીં. ખેલાડી હોવાના કારણે તમારે તૈયાર રહેવું જોઇએ. કેમ કે જ્યારે તમે ઘણી મેચ રમી રહ્યા હોતા નથી. હું લખનૌ સુપર જાયન્ટ્સનો નજરિયો સમજુ છું. તેઓ મને રીલિઝ કરીને કેટલાક પૈસા બચાવવા માગે છે. તેનાથી તેઓ બીજા ખેલાડીઓને ખરીદી શકશે.

શું તમે કોઇ બીજી ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરી રહ્યા છો? એમ પૂછવામાં આવતા મનીષ પાંડેએ કહ્યું કે, હું અત્યારે  કોઇ પણ ટીમ સાથે વાતચીત કરી રહ્યો નથી. હું હાલમાં આ મેચોમાં સારું રમવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઇએ આગળ શું થાય છે. મનીષ પાંડેએ ભારત માટે 29 વન-ડે અને 39 T20 રમી છે. 2021માં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર અને સંજુ સેમસનને પાંડે આગળ પસંદ કરવામાં આવ્યા. પાંડેએ કહ્યું કે તેઓ વાપસી કરવા માગે છે, પરંતુ સંજુ સેમસનના ટીમમાં સામેલ થવાની ખુશ પણ છે.

તેણે કહ્યું કે, જુઓ ખરાબ તો લાગે જ છે, પરંતુ જે પણ એ નિર્ણય લઇ રહ્યું છે, અથવા જે પણ ભારતીય ટીમ માટે કેટલીક મેચ રમી રહ્યું છે, હું તેમના માટે ખુશ છું, સંજુ સારી બેટિંગ કરી રહ્યો હતો, મને લાગી રહ્યું હતું કે તેને ચાંસ મળવા જોઇતા હતા અને મળ્યા પણ. એટલે કોઇ નારાજગી નથી, પરંતુ પર્સનલી કહું તો હું વધુ રમવા માગું છું અને પોતાની જાતને ટોપ લેવલ સાબિત કરવા માગું છું, પરંતુ એમ ન થયું. હવે જોઇએ આગળ શું થાય છે. 29 વન-ડેમાં મનીષ પાંડેએ 90.56ની સ્ટ્રાઇક રેટથી 566 રન બનાવ્યા છે, તેના નામે એક સદી અને બે અડધી સદી છે. પાંડેએ ભારતીય ટીમમાં વાપસી કરવા માટે ઘણા બધા રન બનાવવા પડશે. IPL ઓક્શનની વાત કરીએ તો 23 ડિસેમ્બરના રોજ તે કેરળના કોચીમાં થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp