50મી IPL મેચમાં બન્યા ઘણા રૅકોર્ડ, સૂર્યકુમારે બનાવ્યો અનોખો રૅકોર્ડ

PC: dnaindia.com

મુંબઈ ઇન્ડિયન્સના ઓપનિંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પંજાબ વિરુદ્ધ IPLની 50મી મેચમાં 27 રન બનાવતાની સાથે જ IPLની સિઝનમાં 500થી વધુ રન કરનાર પહેલો અનકેપ્ડ ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં આ સિઝનમાં 13 મેચમાં 500 રન કર્યા છે.

મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી IPL 2018ની 50મી મેચમાં પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાઈએ 4 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ લીધી હતી. IPLની એક મેચમાં 4 વિકેટ લેવાની બાબતે મલિંગાનું નામ સૌથી ઉપર આવે છે. આ સિદ્ધિ તેણે 5 વાર મેળવી છે. આ લિસ્ટમાં બીજા ક્રમે લક્ષ્મીપતિ બાલાજી (4)ની સાથે હવે એન્ડ્રુ ટાઈ(4) પણ આવી ગયો છે. ત્યાર બાદના ક્રમે મુનાફ પટેલ અને ભુવનેશ્વર કુમારનું નામ શાલેમ છે.

IPL 2018ની 50મી મેચમાં પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે મુંબઈ વિરુદ્ધ 60 બોલમાં 10 બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 94 રનની ખૂબ સુંદર ઇનિંગ રમી હતી. આ સાથે જ તે IPLમાં પંજાબ તરફથી 600થી વધુ રન કરનાર બેટ્સમેન બની ગયો હતો. આ પહેલાં 2008માં શોન માર્શે આ સિદ્ધિ મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp