પાકિસ્તાન ક્રિકેટર્સની ફિટનેસને લઈને ચિંતિત પાક બોર્ડ, બંધ થશે બિરયાની!

PC: standard.com

સરફરાઝ એહમદની કેપ્ટનશિપવાળી પાકિસ્તાની ક્રિકેટ ટીમની વર્લ્ડ કપમાં ફિટનેસને લઈને ખૂબ જ ટીકાઓ થઈ હતી, પરંતુ હવે અગાઉની ભૂલો પરથી શીખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓ માટે કડક ડાયટ પ્લાન તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર વસીમ ખાને કહ્યું કે, ખેલાડીઓને આપવામાં આવતા દરેકે-દરેક કોળીયા માટે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ લઈ આવીશું, જે એ જોશે કે ખેલાડીઓએ બિરયાની, દાળ-ભાત ઉપરાંત શું ખાવું જોઈએ. વસીમે કહ્યું કે, ખેલાડીઓએ પોતાના પરથી અસ્થિરતાનો ટેગ દૂર કરવા માટે માનસિકરીતે તૈયાર રહેવાની જરૂર છે. તેણે વધુમાં કહ્યું હતું કે, તમામ એજ ગ્રુપના ખેલાડીઓને માનસિકરીતે મજબૂત બનાવવાની જરૂર છે.

વસીમે વધુમાં કહ્યું હતું કે, એ જરા પણ યોગ્ય નથી કે લોકો આ ટીમ માટે હતાશા અને નિરાશાભર્યા શબ્દોનો ઉપયોગ કરે છે અને કહે છે કે, ખેલાડીઓ પ્રેશરમાં આવી જાય છે. અમારો ઈતિહાસ શાનદાર રહ્યો છે. પાકિસ્તાનની મજબૂત ક્રિકેટ ટીમ રહી છે અને હવે અમારે ફરીથી એ જ રસ્તે ચાલવાની જરૂર છે. તે માટે એક સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટની જરૂર છે, જે દુનિયાભરના ટોચના ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp