મુંબઈ ઈન્ડિયન્સની ન્યૂયોર્ક ટીમ બની MLC ચેમ્પિયન, ફાઇનલમાં સિએટલને હરાવ્યું

PC: twitter.com/MLCricket

મેજર લીગ ક્રિકેટ (MLC) 2023ની ફાઇનલ મેચ MI ન્યૂયોર્ક અને સિએટલ ઓર્કાસ વચ્ચે 31 જુલાઇના રોજ ડલાસમાં રમાઈ હતી. ફાઇનલમાં સિએટલને હરાવીને MI ઓપનિંગ સીઝનમાં જ ચેમ્પિયન બની ગઈ અને ટ્રોફી પોતાના નામે કરી છે. ન્યૂયોર્કે 7 વિકેટથી મેચ જીતી લીધી છે. તો ટીમની જીતમાં કેપ્ટન નિકોલસ પૂરને કેપ્ટની ઇનિંગ રમીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેની વિસ્ફોટક ઇનિંગે ઓર્કાસના હોશ ઉડાવી દીધા. નિકોલસ પૂરને વિસ્ફોટક સદી ફટકારીને બધાને હેરાન કરી દીધા છે. આવો તો આ આર્ટિકલમા જાણીએ આખરે મેચમાં શું શું થયું. MIના કેપ્ટન નિકોલસ પૂરને ફાઇનલ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એવામાં MIએ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 87 રનની શાનદાર ઇનિંગ રમી.

MI તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી. તો સ્ટીવન ટેલ અને ડેવિડ વિસેને પણ 1-1 વિકેટ મળી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન અને MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને પોતાની વિસ્ફોટક બેટિંગથી ફાઇનલમાં કમાલ કરી દીધી છે.

તેણે માત્ર 16 બૉલમાં અડધી સદી અને પછી 40 બૉલમાં જ સદી ફટકારી દીધી. તો T20 ફ્રેન્ચાઇઝી લીગની ફાઇનલ મેચમાં સૌથી ફાસ્ટ સદી છે. નિકોલસ પૂરને 249.9ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 55 બૉલમાં 137 રન બનાવ્યા હતા. તે અંત સુધી નોટઆઉટ રહ્યો. નિકોલસ પૂરને પોતાની ઇનિંગમાં કુલ 10 ચોગ્ગા અને 13 છગ્ગા લગાવ્યા. તેની ઇનિંગે MIની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

નિકોલસ પૂરનની શાનદાર સદીની મદદથી 184 રનનો ટારગેટ MI ન્યૂયોર્કે માત્ર 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ટીમે 7 વિકેટે મેચ પોતાના નામે કરી લીધી. નિકોલસ પૂરન સિવાય શાયને 10, ડેવલ્ડ બ્રેવીસે 20 અને ટિમ ડેવિડે નોટઆઉટ 10 રન બનાવ્યા. સ્ટીવન ટેલર તો ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો. સિએટલ તરફથી ઈમાદ વસીમ અને વેન પાર્નેલે 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp