ટીમ ઇન્ડિયાની હાર બાદ માઈકલ વોને જાણો ભારતીય ટીમને શું સલાહ આપી

PC: smithandwollensky.co.uk

સિડમીમાં રમવામાં આવેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 34 રનોથી હાર્યા પછી ટીમ ઇન્ડિયાને માઈકલ વોને એક સલાહ આપી છે. પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર એકવાર ફરીથી ફ્લોપ સાબિત થયો છે અને ભારતીય ટીમને અંતે મેચ ગુમાવવી પડી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0થી આગળ થઇ ગઈ છે. માઈકલ વોને ટીમ ઇન્ડિયાની વનડે ટીમમાં ઋષભ પંતનો સમાવેશ કરવાની સલાહ આપી છે.

આ સિરીઝમાં ધોનીના ટીમમાં વાપસી કરવાથી પંતને સ્થાન મળ્યું નથી. પંત છેલ્લી વનડે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમતો જોવા મળ્યો હતો. આવનારા વર્લ્ડ કપમાં ધોનીના વિકેટકીપર તરીકે રમવું ફિક્સ માનવામાં આવે છે પરંતુ વોનનુ કહેવું છે કે પંતનું ટીમમાં બેટ્સમેન તરીકે સમાવેશ કરવો જોઈએ.

પંતને તેમની તાબડતોડ બેટિંગ માટે ઓળખવામાં આવે છે. તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સંપન્ન ટેસ્ટ સિરીઝમાં બીજા નંબર પર સૌથી વધુ રન બનાવ્યા છે. તે દરમિયાન તેમણે સિડની ટેસ્ટમાં શાનદાર 159 રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp