26th January selfie contest

પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ઓસ્ટ્રેલિયન પીચ...

PC: mykhel.com

T20 વર્લ્ડ કપ 2022 માટે ગત દિવસોમાં ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. 15 સભ્યોની ટીમમાં ભારતે 4 વિશેષજ્ઞ ફાસ્ટ બોલરો ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રીત બૂમરાહ અને અર્શદીપ સિંહને જગ્યા આપી છે. તો અનુભવી મોહમ્મદ શમીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. હવે ભારતીય ટીમના સિલેક્શનને લઈને ઓસ્ટ્રેલિયન પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જોનસનનું નિવેદન સામે આવ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે મિચેલ જોનસને ભારતીય ટીમના સિલેક્શનને લઈને શું કહ્યું.

મિચેલ જોનસનના જણાવ્યા મુજબ, ભારતીય ટીમે ઉછાળ ભરેલી પીચ માટે ઓછા ફાસ્ટ બોલરોનું સિલેક્શન કર્યું છે. તેણે કહ્યું કે, જો તમે ટીમમાં એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, 2 સ્પિનર અને 4 ફાસ્ટ બોલર રાખ્યા છે તો એ થોડું જોખમ ભર્યું છે, પરંતુ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફાસ્ટ બોલરો અને એક ઓલરાઉન્ડર (હાર્દિક પંડ્યા) અને 2 સ્પિનર્સને રમાડવા પર વિચાર કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં તમારે 3 ફાસ્ટ બોલરોને ટીમમાં રાખવા જ પડશે. પર્થની પરિસ્થિતિઓમાં 4 ફાસ્ટ બોલર રાખવા પડશે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે તેમણે યોજના બનાવીને ટીમ પસંદ કરી છે, પરંતુ માત્ર 4 ફાસ્ટ બોલરો સાથે જોખમભર્યું હોય શકે છે.

બીજી તરફ જોનસને કોઈ યુવા ખેલાડીને વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આરોન ફિન્ચના વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ટીમની કેપ્ટન્સીને લઈને બહેસ છેડાઈ છે. બૉલ સાથે છેડછાડ કરવાના કારણે પ્રતિબંધનો સામનો કરી ચૂકેલો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરે ટીમનું નેતૃત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જોનસને કહ્યું કે, બંને ખેલાડી પોતાના કરિયરના અંતિમ પડાવ પર છે અને એવામાં કોઈ યુવા ખેલાડીને ટીમની કેપ્ટન્સી સોંપવી જોઈએ.

મિચેલ જોનસને કહ્યું કે, ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને બધા ફોર્મેટની જવાબદારી આપવાથી તેના કામનો ભાર વધી જશે. સિલેક્ટર્સના મનમાં ગ્લેન મેક્સવેલનું નામ હોય શકે છે. જો તમે ભવિષ્યને જુઓ તો કેમરૂન ગ્રીન પણ સારો વિકલ્પ હશે. એક ઓલરાઉન્ડરના રૂપમાં જોકે તેના માટે પહેલાથી કામનો વધારે ભાર છે. વધુ એક વિકલ્પ ટ્રેવિસ હેડના પ્રદર્શનમાં નિરંતરતાની અછત છે. તેણે આગળ કહ્યું કે ડેવિડ વોર્નર અને સ્મિથ બંનેએ જ કેપ્ટન ન હોવું જોઈએ. તેઓ પહેલાંની જેમ અત્યારે પણ ટીમનું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખી શકે છે. તેમના કેપ્ટન બનવાથી ફરીથી જૂની વસ્તુ (બૉલ સાથે છેડછાડનો મુદ્દા) પર ચર્ચા થઈ જશે.

T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા. રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બૂમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડી:

મોહમ્મદ શમી, શ્રેયસ ઐય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચાહર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp