મોહમ્મદ અઝરૂદ્દીને જણાવ્યું- વિરાટ કોહલી કે બાબર આઝમ, કોણ છે બેસ્ટ

PC: khabarchhe.com

મોટા ભાગે આપણે સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓને અરસપરસ બહેસ કરતા જોઇએ છીએ કે હાલના સમયમાં ભારતીય સ્ટાર વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે કે પાકિસ્તાન ખેલાડી બાબર આઝમ. લોકોના મનમાં હંમેશાં એ જાણવાનું કુતૂહલ બનેલું રહે છે કે આ બંને બેટ્સમેનોમાં કોણ સર્વશ્રેષ્ઠ છે. ફેન્સના આ કુતૂહલનું નિવારણ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીને કર્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં આપણે જોઇએ કે, મોહમ્મદ અઝરૂદ્દીનના મતે વિરાટ કોહલી અને બાબર આઝમમાંથી કોણ સર્વશ્રેષ્ઠ છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનને જ્યારે IL T20 લીગના અવસર પર ક્રિકેટ પાકિસ્તાન દ્વારા વિરાટ કોહલી અને બાબર આઝમને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો. મોહમ્મદ અઝરૂદ્દીને જવાબ આપતા કહ્યું કે, ‘કોઇ પણ બે ખેલાડીની તુલના કરવી સરળ હોતી નથી. વિરાટ કોહલી એક અલગ દરજ્જાનો ખેલાડી છે. એટલે મને લાગે છે તે બાબર આઝમથી થોડો આગળ છે.’

જો વિરાટ કોહલીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારતીય ટીમ માટે 104 ટેસ્ટ, 271 વન-ડે અને 115 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. 104 ટેસ્ટમાં વિરાટ કોહલીએ 48.9ની એવરેજ અને 55.5ની સ્ટ્રાઇક રેટથી 8,119 રન બનાવ્યા છે. તેમાં તેના નામે 27 સદી અને 28 અડધી સદી છે. ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે હાઇએસ્ટ સ્કોર નોટઆઉટ 254 છે. 271 વન-ડે મેચમાં તેણે 57.7ની એવરેજ અને 93.8ની સ્ટ્રાઇક રેટથી 12,809 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 46 સદી અને 64 અડધી સદી સામેલ છે.

વન-ડેમાં તેનો બેસ્ટ સ્કોર 183 છે. તો વિરાટ કોહલીના T20 ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો તેણે આ ફોર્મેટમાં 52.7ની એવરેજ અને 138ની સ્ટ્રાઇક રેટથી 4008 રન બનાવ્યા છે. T20માં તેના નામે એક સદી અને 37 અડધી સદી છે. તો ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તેનો હાઇએસ્ટ સ્કોર નોટઆઉટ 122 રહ્યો છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે 8 વિકેટ પણ નોંધાયેલી છે.

તો પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 47 ટેસ્ટ, 95 વન-ડે અને 99 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેણે ક્રમશઃ 3696, 4813 અને 3355 રન નોંધાયેલા છે. બાબર આઝમના નામે 47 ટેસ્ટમાં 9 સદી અને 26 અડધી સદી, 95 વન-ડે ક્રિકેટમાં 17 સદી અને 24 અડધી સદી જ્યારે T20 ઇન્ટરનેશનલમાં તેના નામે 2 સદી અને 30 અડધી સદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp