મોહમ્મદ કૈફના મતે આ હતી ધોનીની મોટી ભૂલ, જો તે પ્લેઇંગ XIમા...

PC: thesportsrush.com

ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હાલની સીઝનમાં પ્લેઓફની રેસથી બહાર થઈ ચૂકી છે. ગુરુવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવી દીધી હતી. ખાસ વાત એ છે કે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે IPLની હાલની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શનને લઈને મોટી વાત કહી છે.

મોહમ્મદ કૈફનું કહેવું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સની IPL 2022 સીઝન ખૂબ જ સારી હોત જો મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન બનેલો રહેતો. સીઝનની શરૂઆતથી બરાબર પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી રવીન્દ્ર જાડેજાને સોંપી દીધી હતી. રવીન્દ્ર જાડેજાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શરૂઆતી 8 મેચોમાંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન્સી છોડી દીધી અને મહેન્દ્ર સિંહ ધોનીને પાછો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો.

ચેન્નાઈ સુપર કિંગ્સે ત્યારથી પોતાની 4 મેચોમાંથી 2 મેચમાં જીત મળી છે, પરંતુ હવે તેનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તૂટી ચૂક્યું છે. મોહમ્મદ કૈફે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવી એક મોટી ભૂલ હતી. જો ધોની પ્લેઇંગ ઇલેવનમાં છે તો તેણે જ કેપ્ટન રહેવું જોઈતું હતું. રવીન્દ્ર જાડેજા સ્પષ્ટ રૂપે કેપ્ટન્સી માટે તૈયાર દેખાતો નહોતો. T20મા જ્યાં તમને ઝડપથી નિર્ણય લેવાની આવશ્યકતા હોય છે અને માઇન્ડ ફ્રેશ રાખવાની જરૂરિયાત હોય છે. તેણે માત્ર એક ગેમ બાદ ડેવોન કોનવે જેવા શાનદાર બેટ્સમેનને ડ્રોપ કરી દીધો હતો એટલે તેણે પોતાની બેસ્ટ ઇલેવન પણ ઉતારી નહોતી.

મોહમ્મદ કૈફે કહ્યું કે, મુંબઈ અને ચેન્નાઈની મેચને લઈને હંમેશાં ઉત્સાહ રહે છે. તમે બંને પક્ષોના મોટા અને હેવિવેટ ખેલાડીઓની બાબતે વાત કરે છે. એ પણ એક ઐતિહાસિક પ્રતિદ્વંદ્વીતા છે. તે ઘણી વખત ફાઇનલમાં પહોંચી છે. જોકે તેમણે આ સીઝનમાં સારી ગેમ રમી નથી, પરંતુ પોઈન્ટ ટેબલ પર નહીં જાઓ. મને પણ મલિંગાની એ ઓવર યાદ છે જ્યાં છેલ્લા બૉલ પર તેણે શાર્દૂલ ઠાકુરને LBW આઉટ કર્યો હતો. એ વર્ષે પણ બધાને યાદ છે કે ધોનીએ છેલ્લા 4 બૉલમાં 16 રન બનાવીને કઈ રીતે મેચ સમાપ્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp