મોહમ્મદ શમી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી, BCCI કરશે તપાસ

PC: india.com

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓ પતવાનું નામ જ નથી રહી રહી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની સમીતીએ બોર્ડની ભ્રષ્ટાચાર વિરોધી વિંગે(COA) શમી પર લગાવેલા રૂપિયાની લેણ દેણ કરવાના આરોપની તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારતીય બોલરની પત્ની હસીન જહાંએ પોલીસને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે શમી દુબઈ ગયા હતા અને તેણે ત્યાં શંકાસ્પદ પૈસાની લેણદેણ કરી હતી. COAએ શમી અને તેની પત્ની વચ્ચે કરવામાં આવેલી વાતચીતની ઓડિયો રેકોર્ડીંગ પણ સાંભળી છે, જેમાં કોઈ મોહમ્મદ ભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. મોહમ્મદ ભાઈએ એક પાકિસ્તાની મહિલા દ્વારા ઝડપી બોલરને કેટલાંક પૈસા મોકલ્યા હતા.

હસીને આ પહેલા આરોપ લગાવ્યો હતો કે શમીએ ઈંગ્લેન્ડમાં રહેવાવાળા મોહમ્મદ ભાઈના કહેવા પર આ પૈસા લીધા હતા. બોર્ડની એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ નીરજ કુમાર આ આરોપની તપાસ કરશે અને એક અઠવાડિયાની અંદર પોતાનો રીપોર્ટ આપશે.

હાલમાં શમી અને તેની પત્ની વચ્ચેનો વિવાદ મીડિયામાં ચર્ચાનું સ્થાન બનેલું છે. હસીને પોતાના પતિ પર હુમલો કરવા સિવાયના ગંભીર આરોપો લગાવ્યા છે. આ અંગે શમીએ કહ્યું હતું કે હસીન દ્વારા કરવામાં આવેલા તમામ રોપો ખોટા છે અને તેણે પોલીસ તપાસની પણ માગણી કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp