પ્રિયંકાની સાથે આ મામલે નંબર 1 બન્યો વિરાટ કોહલી

PC: indianabeats.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર ફોલોઈંગ ઘણી વધારે છે. જો આપણે તેમાં પણ ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો થોડા સમય પહેલા કોહલી સૌથી વધારે ફોલો થનારો ભારતીય સેલેબમાં બીજા નંબરે હતો. પણ હવે એવું નથી.

ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારા ભારતીય સેલેબમાં કોહલી હવે હોલિવુડ અને બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બરાબરી કરી ચૂક્યો છે. વિરાટ અને પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર 49.7 મિલિયન ફોલોઅર્સ છે.

આ વર્ષની શરૂઆતમાં પ્રિયંકા ચોપરા આ મામલે કોહલી કરતા આગળ હતી. આ વર્ષની શરૂઆતમાં પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 44.6 મિલિયન ફોલોઅર્સ હતા, જ્યારે કોહલીના 41.1 મિલિયન ફોલોઅર્સ હતા. પાછલા થોડા સમયથી વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. અને હવે તે પ્રિયંકા ચોપરાની બરોબરી કરી ચૂક્યો છે. આ મામલે ટોપ-10 ભારતીય સેલેબમાં વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેના ઈન્સ્ટાગ્રામ પર 19.9 મિલિયન ફોલોઅર્સ છે.

તો વિરાટ કોહલીની પત્ની અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની વાત કરીએ તો તેના ઈન્સ્ટાગ્રામ પર 32.5 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

હાલમાં જ કોહલી સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યૂના મામલે સૌથી ઉપર રહ્યો, તે આ લિસ્ટમાં સતત 3 વર્ષ પહેલા સ્થાને રહ્યો. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન યૂએસ ડૉલર છે એટલે કે લગભગ 1619 કરોડ રૂપિયા.

વિરાટ કોહલીએ આ મામલે ઘણાં દિગ્ગજ લોકોને પાછળ છોડ્યા છે. જેમાં અભિનેતા અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરુખ ખાન અને સલમાન ખાન સહિત ઘણાં સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. કોહલી ઉપરાંત દિગ્ગજ ક્રિકેટર જેમકે, સચિન તેંદુલકર, MS ધોની, રોહિત શર્માનું નામ પણ પ્રમુખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp