ધોનીની IPLમાંથી કમાણી 150 કરોડની નજીક, આ બે ખેલાડીઓને છોડ્યા પાછળ

PC: sports.ndtv.com

મહેન્દ્રસિંહ ધોની આમ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ કમાણીના મામલે તે હજુ પણ વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઘણો આગળ છે. તાજા મળેલી ખબર પ્રમાણે મહેન્દ્રસિંહ ધોની IPLમાં 150 કરોડ રૂપિયા સુધીની કમાણી કરનારો પહેલો ખેલાડી બનવા જઈ રહ્યો છે. અસલમાં, મહેન્દ્રસિંહ ધોની આ વર્ષે IPL રમશે તે પણ નક્કી થઈ ગયું છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સનો જ ભાગ રહેશે. મહેન્દ્રસિંહની સાથે ચેન્નાઈની ટીમના CEO કાશી વિશ્વનાથન પણ આ અંગેની હામી ભરી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ ધોનીનો CSK સાથેનો હાલનો કોન્ટ્રાક્ટ 15 કરોડ રૂપિયાનો છે. આ રીતે મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધીમાં IPLમાં 137.8 કરોડ રૂપિયાની કમાણી કર ચૂક્યો છે.

જો આ વર્ષે પણ તે ચેન્નાઈની ટીમ સાથે 15 કરોડમાં રિટેન થશે, તો તેની આ કમાણીનો આંકડો 150 કરોડને પાર થઈ જશે અને આટલી બધી કમાણી કરનારો તે પહેલો ખેલાડી બની જશે. વર્ષોથી પોતાના વર્ચસ્વને લીધે ધોની આ મામલે વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઘણો આગળ છે. IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીમાં રોહિત શર્મા બીજા નંબરે અને વિરાટ કોહલી ત્રીજા નંબરે આવે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

પાંચ વખત IPLની ટ્રોફી જીતનાર મુંબઈ ઈન્ડિયન્સના આ કેપ્ટનને મુંબઈની ટીમ દ્વારા 15 કરોડ રૂપિયા આપવામાં આવશે તો તેનો આંકડો 146 કરોડ સુધી પહોંચી જશે. પરંતુ 150 કરોડના આંકડાને પાર કરવા માટે તેને હજુ બે સીઝન રમવાની જરૂર પડે તેમ છે. બીજી બાજું હાલના ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ દ્વારા 17 કરોડ રૂપિયા આપવામાં આવશે તો તે 143 કરોડના આંકડા સુધી પહોંચશે. કોહલીને 150 કરોડના આંકડા તોડવા માટે બે સીઝન રમવાની જરૂર છે. સુરેશ રૈના અને એબી ડિવીલીયર્સ પણ 100 કરોડથી વધુ કમાણી કરનારા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ જશે.

 
 
 
View this post on Instagram

A post shared by M S Dhoni (@mahi7781)

હાલમાં ધોની પોતાના ફાર્મમાં ઓર્ગેનીક ખેતી કરી રહ્યો છે. તેના આ ખેતરમાં કરવામાં આવતી ઓર્ગેનિક ખેતીથી ઉગતા શાકભાજીને રાંચીના શાક માર્કેટમાં વેચવામાં આવે છે, તે ઉપરાંત તેની ગૌશાળાના દૂધનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ફાર્મમાં ઉગેલી સ્ટ્રોબેરીનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્ટ્રોબેરીને તોડીને ખાઈ રહેલો જોવા મળે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp