26th January selfie contest
BazarBit

ભારત-સાઉથ આફ્રિકાની ત્રીજી ટેસ્ટમાં જોવા મળી શકે છે ધોની

PC: crickettimes.com

ભારતીય ક્રિકેટ ટીમ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમવાની છે. રાંચીની વાત આવે તો લોકોના મગજમાં એક જ નામ આવે છે અને એ છે એમએસ ધોની. ધોનીએ 2014મા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજી વન ડે અને T20 ટીમોનો ભાગ છે. જો કે, વર્લ્ડ કપ 2019 સેમિફાઇનલ બાદથી તે વનડે અને T20 ટીમમાંથી બહાર છે.

રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા 15 ઓક્ટોબરે પહોંચશે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલા JSCAના ઉપ-પ્રમુખ અજય નાથે ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર આપતા કહ્યું હતું  કે JSCA મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે ક્રિકેટ ચાહકો ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ સેશન જોઈ શકે છે, પરંતુ આ માટે તેમને લેખિત પરવાનગી લેવી પડશે. અમે ચાહકોને પ્રેક્ટિસ સેશન જોવા આવવા દઈશું, પરંતુ આ માટે તેઓએ અગાઉથી લેખિત પુરાવા લેવાના રહેશે. જેમને આ પરવાનગી આપવામાં આવશે તે સીમિત વિસ્તારમાં બેસી પ્રેક્ટિસ સેશન જોઈ શકે છે. 19 ઓક્ટોબરથી બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.

Image result for dhoni ranchi

જ્યારે અજય નાથને પૂછવામાં આવ્યું કે, શું એમએસ ધોની ત્રીજી ટેસ્ટ મેચ જોવા માટે આવી શકે છે? ત્યારે તેણે આ અંગે કંઈ પણ કહેવાની ના પાડી હતી, પરંતુ જો સૂત્રોની વાત માનીએ તો, JSCAના ઉચ્ચ અધિકારીઓ પહેલેથી જ ધોનીને આ મેચ જોવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે અને માનવામાં આવે છે કે તે આ ટેસ્ટ મેચ જોવા આવશે. JSCAના સૂત્રએ જણાવ્યું હતું કે, ધોનીએ આ ટેસ્ટ મેચ જોવા માટે તેની સંમતિ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે અત્યારે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાથી 1-0થી આગળ છે અને બીજી ટેસ્ટ પૂણેમાં રમાઈ રહી છે જ્યાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp