ચીફ સિલેક્ટર પ્રસાદના મતે 2019 વર્લ્ડ કપ માટે આ ખેલાડી છે સૌથી મહત્ત્વનો

PC: cricket.com.au

ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના પ્રમુખ એમ. એસ. કે. પ્રસાદનું માનવુ છે કે, વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની હાલના ફોર્મ અને અનુભવને કારણે ઈંગ્લેન્ડમાં યોજાનારી વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. પ્રસાદના જણાવ્યા અનુસાર, ભલે વાત કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપવાની હોય, વિકેટકીપિંગની હોય કે પછી મેદાનમાં યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાની હોય, ધોની વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્ત્વનો વ્યક્તિ સાબિત થશે.

પ્રસાદે આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યુ હતુ કે, છેલ્લી બે સીરિઝમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીવેન્ડ વિરુદ્ધ માહી જે રીતે રમ્યો તેને જોતા એ સ્પષ્ટ થાય છે કે, તેણે પોતાની સ્વાભાવિત ગેમ રમવાનો નિર્ણય કરી લીધો છે. આ એ ધોની છે, જેને આપણે જાણીએ છીએ. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, અમને ખૂબ જ ખુશી થશે જો તે પોતાની જબરદસ્ત ઈનિંગવાળી શૈલી દર્શાવી શકે. તેની અંદર તાકાત છે જેનો તે પોતાની બેટિંગમાં ઉપયોગ કરે છે. અમને એ જ જુના ધોનીની જરૂર છે. તે જે રીતે સતત રમી રહ્યો છે તેમાં અમને તેનો જુનો ટચ જોવા મળી રહ્યો છે.

37 વર્ષીય ધોનીનો આ ચોથો વર્લ્ડ કપ હશે. તે વર્લ્ડ કર બાદ 7 જુલાઈએ 38 વર્ષનો થઈ જશે. ભારતે ધોનીના નેતૃત્વમાં જ છેલ્લીવાર 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે ધોની ટીમ મેનેજમેન્ટનો અભિન્ન અંગ હતો. જોકે, છેલ્લાં એક વર્ષથી ઘણા અવસરોએ બેટિંગને લઈને તેની ટીકાઓ થઈ છે. ધોનીના હાલના ફોર્મ અંગે પ્રસાદે કહ્યુ હતુ કે, ભારતના વર્લ્ડ કપમાં ઉતરતા પહેલા ધોની IPLમાં રમશે. તેને IPLમાં 14-16 મેચો રમવા મળી શકે છે. IPLની લગભગ તમામ મેચો હાઈ પ્રેશરવાળી હોય છે. એવામાં ધોનીને પોતાના ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડવાળા ફોર્મને આગળ વધારવામાં મદદ મળશે.

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝમાંથી ધોનીને પડતો મુકાવાના મુદ્દે પ્રસાદે જણાવ્યુ હતુ કે, તેને પડતો મુકવામાં કે હટાવવામાં આવ્યો નહોતો. મેં પોતે ધોની અને ટીમ પ્રબંધન સાથે વાત કરી હતી. અમે દિનેશ કાર્તિક અને ઋષભ પંતને વધુ સમય આપવા માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp