2011 વર્લ્ડ કપની વિજેતા ટીમના આ ખેલાડીએ ગુમનામીમાં લીધો સંન્યાસ

PC: bcci.tv

ભારત માટે છેલ્લી વખત 2011મા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ફાસ્ટ બોલર મુનાફ પટેલે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. મુનાફ પટેલ 2011મા વર્લ્ડ કપ જીતનાર ટીમ ઇન્ડિયાનો એક ભાગ હતો અને તેણે ટીમને વર્લ્ડ કપ જીતાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ખરાબ ફિટનેસના કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો અને પછી ટીમમાં વાપસી નહીં કરી શક્યો.

મુનાફ પટેલનો જન્મ ગુજરાતના ભરૂચ જિલ્લાના ઇખર ગામમાં 12 જુલાઈ 1983ના દિવસે થયો હતો. મુનાફે ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચ 2006માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. મુનાફ પટેલે પહેલી મેચમાં જ 97 રન આપીને 7 વિકેટ લીધી હતી અને પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. પોતાના કરિયરની શરૂઆતમાં મુનાફ 145થી વધુની સ્પીડથી બોલ નાંખતો હતો.

મુનાફ પટેલે 2011 વર્લ્ડ કપમાં ઝાહિર ખાન અને યુવરાજ સિંહ પછી સૌથી વધુ 11 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ તેનું પરફોર્મન્સ આજે પણ યાદ કરવામાં આવે છે. આ મેચમાં તેણે 40 રન આપીને 2 વિકેટ લીધી હતી.

મુનાફ પટેલ હવે પોતાનું ધ્યાન ક્રિકેટ કોચિંગ પર લગાવવા માંગે છે. આ ઉપરાંત તે UAEમાં થનારી T-10 લિગમાં પણ તે ભાગ લેશે. મીડિયા સાથે વાતચીત કરતા મુનાફે કહ્યું કે મને કોઈ અફસોસ નથી. હું જેટલા પણ ક્રિકેટરો સાથે રમ્યો, તેમાં ધોની સિવાય બધા રિટાયર થઈ ચૂક્યા છે. બધાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. દુઃખ ત્યારે થતે જ્યારે બધા રમી રહ્યા હતે અને હું રિટાયર થતે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp