નાગપુરની ત્રીજી મેચમાં શું વરસાદ વિલન બનશે? આ રહ્યો વેધર રીપોર્ટ

PC: bcci.tv

ઈન્ડિયા-બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝ રમાઈ રહી છે. પરંતુ, દરેક મેચ વખતે વાતાવરણનું જોખમ ઊઠાવવું પડ્યું હતું. T20 સીરિઝની શરુઆત દિલ્હીથી થઈ હતી. જ્યાં પ્રથમ મેચ વખતે જ દિલ્હીનું પ્રદુષણ વિલન બન્યું હતું. ઝીરો વિઝિબિલિટીને કારણે વહેલી સવારે પ્રેક્ટિસ દરમિયાન થોડી હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં મહા વાવાઝોડાને કારણે વરસાદનો રિસ્ક હતો. ત્રીજી મેચ જે નાગપુરમાં રમાવાની છે ત્યારે ફરી વરસાદ વિલન બને એવી શક્યતા માત્ર 1% ટકા છે. કારણ કે, વાતાવરણ વાદળછાયું છે. એક્યું વેધરના રીપોર્ટ અનુસાર વરસાદ પડવાની શક્યતા નહીંવત કહી શકાય એટલી છે.

રવિવારે નાગપુરનું વાતાવરણ સુકુ અને વાદળછાયું રહે એવી સંભાવના છે. રાત્રીના સમયે થોડા ધુમ્મસનો સામનો કરવો પડે એવી શક્યતા છે. નાગપુર શહેરની એર ક્વોલિટી દિલ્હી જેટલી જોખમી છે. તેથી રાત્રે ધુમ્મસ વર્તાય એવા એંધાણ છે. પરંતુ, તે રમતને કોઈ પ્રકારે ડિસ્ટર્બ નહીં કરે. શહેરનું તાપમાન દિવસ દરમિયાન 32થી 20 ડીગ્રીની વચ્ચે રહેશે. એટલે કે, સાંજ સામાન્ય દિવસો કરતા થોડી વધારે ઠંડી રહેવાની છે. શનિવારે બાંગ્લાદેશ અને ઈન્ડિયાની ટીમ નાગપુર પહોંચી હતી. રાજકોટ મેચ વખતે રીષભ પંતે રોહિત શર્માની ચિંતા વધારી દીધી હતી. રોહિતે જણાવ્યું હતું કે, થોડા સમય માટે રીષભને એકલો છોડી દેવામાં આવે. પંત જે કંઈ કરી રહ્યો છે એ ગેમના પ્લાનનો એક ભાગ છે. BCCIના નવા વડા સૌરવ ગાંગુલી પણ રીષભને સમર્થન આપી ચૂક્યા છે. જોકે, ત્રીજી મેચમાં પણ પંતે પોતાની કાબિલિયત સાબિત કરવી પડશે.

રાજકોટની મેચમાં લિટનની બેટિંગ વખતે સ્ટંપની આગળથી કેચ પકવાને લઈને તે ચર્ચામાં આવ્યો હતો. જોકે, પછીથી તેને આઉટ કરવામાં રીષભે જ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. રોહિતે ઉમેર્યું હતું કે દિન-પ્રતિદિન સર્વત્ર રીષભની જ ચર્ચા થઈ રહી છે. પણ એને પણ પોતાની થોડી સ્પેસ આપવી જોઈએ એવું મને લાગે છે. ફિલ્ડ પર એ શું કરી બતાવે છે એના માટે એને પણ એક તક આપવી જોઈએ. હું બધાને અપીલ કરું છું કે, થોડા સમય માટે રીષભ પર ધ્યાન દેવા કરતા બીજે ધ્યાન આપો. જો તમે એના પરથી થોડા સમય માટે પણ ધ્યાન હટાવશો તો એ પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવશે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં સહાને ચાન્સ આપવામાં આવ્યો હતો. પણ પંત T20 માટે ફીટ છે. તે કોઈ પણ ફોર્મેટને સરળતાથી સમજી શકે છે. એને પણ પોતાની રીતે ક્રિકેટ રમવા દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp