રમીઝ રાજા બાદ હવે બાબર આઝમની થશે છુટ્ટી? નવા PCB અધ્યક્ષનો ખુલાસો

PC: khabarchhe.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં બદલાવોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ પર પણ ગાજ પડી શકે છે. તેની કેપ્ટન્સી જઇ શકે છે. ખાસ કરીને ટેસ્ટ ફોર્મેટની. હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ પરથી રમીઝ રાજાને હટાવવામાં આવ્યા છે, જ્યારે નજમ સેઠી નવા અધ્યક્ષ બન્યા છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીને ચીફ સિલેક્ટર પણ બનાવવામાં આવ્યા છે.

હાલમાં જ પાકિસ્તાની ટીમને તેના જ ઘર આંગણે ઇંગ્લિશ ટીમે ટેસ્ટ સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ત્યારથી જ બાબર આઝમની કેપ્ટન્સીની ખૂબ નિંદા કરવામાં આવી રહી છે. હવે પાકિસ્તાની ટીમ પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ દરમિયાન સોમવારે (26 ડિસેમ્બરના રોજ) પ્રેસ કોન્ફરન્સમાં નજમ સેઠીને બાબર અને તેની કેપ્ટન્સીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો.

આ સવાલ પર નજમ સેઠીએ કહ્યું કે, બાબર આઝમ સ્ટાર છે. તે તો આપણાં દિલોમાં બેઠો છે. જો કે સ્પ્લિટ કેપ્ટન્સી (અલગ અલગ ફોર્મેટમાં અલગ કેપ્ટનની થીયરી) ને લઈને નજમ સેઠીએ કહ્યું કે, આ નિર્ણય સિલેક્ટર્સ અને કમિટી કરશે. ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે. આ નિવેદન પરથી સ્પષ્ટ છે કે, જો સિલેક્ટર્સ કે કમિટીએ ભલામણ કરી તો બાબર આઝમની કેપ્ટન્સી જવી નક્કી છે.

એમ પણ બની શકે કે સ્પ્લિત કેપ્ટન્સી ફોર્મ્યૂલા લાગૂ થઈ શકે છે એટલે કે ટેસ્ટ ફોર્મેટમાં અલગ કેપ્ટન અને સીમિત ઓવર્સ (વન-ડે અને T20) ફોરમેટમાં અલગ કેપ્ટન હોય શકે છે. એક પત્રકારે પૂછ્યું કે, રમીઝ રાજાનું માનવું હતું કે, બાબર આઝમ વગર કોઈ જિંદગી જ નથી. શું તમારું પણ એમ માનવું છે? આ સવાલનો જવાબ આપતા નજમ સેઠીએ કહ્યું કે, બાબર આઝમ સ્ટાર છે, બાબર નથી તો પાકિસ્તાની ટીમ માટી વિનાના લાલની જેવી છે. તે આપણાં દિલોમાં બેઠો છે. તે જ રહેશે.

તેમણે કહ્યું કે, તમને ખબર છે કે આ ક્રિકેટમાં નિર્ણય હું નથી કરતો. તેના મત હું સિલેક્ટર્સ લગાવી દઇશ. ત્યારબાદ તેમનું કામ છે, તેઓ કેપ્ટન કોને બનાવે છે, કોને નહીં. હું માત્ર પાસ કરું છું. તે એવું જ છે જેમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ. થોડી ઘણી વાત જરૂર થાય છે. પત્રકારે પૂછ્યું કે, પાકિસ્તાનમાં પણ સ્પ્લિટ કેપ્ટન્સી જોવા મળશે કે ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમ જ કેપ્ટન હશે? તેને લઈને નજમ સેઠીએ કહ્યું કે, જુઓ, મેં તો તેને લઈને કઈ વિચાર્યું નથી. બે દિવસ થયા છે અત્યારે મને. મને થોડો સમય આપો. પહેલા તો કમિટી બનાવીશું. કમિટી ભલામણ કરશે. તેના પર કોઈ નિર્ણય લઈશું. ત્યારે જવાબ આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp