મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કર્યુ, નામ રખાયુ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'

PC: BCCI

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન કરી દીધું છે. તેમની સાથે અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. મોટેરા સ્ટેડિયમ પહેલા ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિક્રેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિક્રેટ સ્ટેડિયમ હતું, જેમાં દર્શકોના બેસવાની ક્ષમતા 100,024 છે. 63 એકરની જમીનમાં બનાવવામાં આવેલા આ સ્ટેડિયમમાં દર્શકોના બેસવાની ક્ષમતા 1,32,000 છે.

કેન્દ્રિયમંત્રી અમિત શાહ જાહેરાત કરી હતી કે, આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. તેમણે કહ્યું હતું કે, અમે અહિંયા એવી સુવિધાઓ આપી છે કે, 6 મહિનામાં ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી રમતનું આયોજન કરી શકાય છે. અમદાવાદને હવે સ્પોર્ટ્સ સિટીના નામથી ઓળખાશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનું સપનું જોયું હતું, જે હવે પૂરું થયું. નવું સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું અને સૌથી હાઇટેક સ્ટેડિયમ તરીકે વિકસીત કરાયું છે.

સ્ટેડિયમમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ જોવા મળશે. GCAના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નાથવાનીએ કહ્યું હતું કે, અમુક પીચ લાલ માટીના ઉપયોગ દ્વારા બનાવવામાં આવશે. જ્યારે અમુકને કાળી માટીના ઉપયોગ વડે. તો અમુક પીચો એવી રહેશે જેમાં કાળી અને લાલ બંને માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.

વરસાદને કારણે ઘણી મેચો રદ્દ થઈ જતી હોય છે, જે ક્રિક્રેટના ચાહકો માટે સારા સમાચાર રહેતા નથી. તેમના માટે હવે સારા સમાચાર છે. નવા મોટેરા સ્ટેડિયમમાં વિશ્વ સ્તરીય ડ્રેનેજ સુવિધા બનાવવામાં આવશે કે જેથી વરસાદને પગલે રોકવામાં આવેલી મેચને 30 મિનિટમાં ફરી શરૂ કરી શકાશે.

પરીમલ નાથવાણીએ કહ્યું હતું કે, અમે સબ સરફેસ ડ્રેનેજ સિસ્ટમ એ રીતે પ્લાન કરી છે કે વરસાદ થોભી ગયા બાદ આખું મેદાન 30 મિનિટમાં સૂકાઈ જશે, જે મેચ રદ્દ થવાની તકમાં ઘટાડો કરે છે. જે વરસાદને પગલે રદ્દ કરી દેવામાં આવતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp