ટીમ ઈન્ડિયાની હારનું કારણ નથી વિરાટ કે નથી રોહિત, પૂજારાએ આ રીતે સમજાવ્યું ગણિત
ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. હાલમાં ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં સિરીઝમાં લીડ લેવા માટે કમર કસી રહી છે. જો કે આ તૈયારીઓ વચ્ચે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચે એક અલગ પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે. 26 ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયા તેની કરો યા મરો મેચ રમશે. સિરીઝ 1-1થી બરાબર છે અને ટીમ ઈન્ડિયા બેકફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના ફ્લોપ શોની દરેક જગ્યાએ ચર્ચા છે, પરંતુ ચેતેશ્વર પૂજારાએ ભારતની અસલી નબળાઈ જાહેર કરી દીધી છે. તેણે ભારતીય ટીમની બોલિંગને નબળી બતાવી છે. સવાલ એ છે કે મેલબોર્નમાં ઉતરતા પહેલા ભારતીય ટીમ કેવા પ્રકારની તૈયારીઓ કરશે?
ચેતેશ્વર પૂજારાએ એક સ્પોર્ટ્સ ચેનલ પર કહ્યું, 'મારો સૌથી મોટો પ્રશ્ન અને થોડી ચિંતાનું કારણ એ છે કે, ભારતીય બોલિંગ થોડી નબળી દેખાઈ રહી છે. બેટિંગ થોડી સારી છે ભલે ટોચના પાંચ બેટ્સમેનો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી રહ્યા ન હોય પરંતુ રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડી જેવા મિડલ અને લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેન અને બુમરાહ અને આકાશદીપ પણ બેટથી યોગદાન આપી રહ્યા છે.'
પૂજારાએ કહ્યું, 'હવે જ્યારે બોલિંગ નબળી છે, તો ટીમ કોમ્બિનેશન શું હશે? આ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે જો તમે નીતિશને છોડી શકતા નથી, જાડેજાને છોડી શકતા નથી, તો પછી ટીમની રચના કેવી રીતે કરશો. રવિચંદ્રન અશ્વિન નિવૃત્ત થઈ ગયો છે અને મને નથી લાગતું કે ટીમ ઇન્ડિયા બે સ્પિનરો સાથે મેલબોર્નમાં જશે. આવી સ્થિતિમાં તમે તમારી બોલિંગ સાઇડને કેવી રીતે મજબૂત કરશો? કારણ કે ત્રણેય ફાસ્ટ બોલર સારૂ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમને ચોથા અને પાંચમા બોલર તરીકે નીતીશ અને જાડેજા તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. જો તમે આ બંનેને એકસાથે જુઓ તો બોલિંગ બહુ સારી નથી લાગતી.'
પૂજારાએ કહ્યું, 'ટીમ ઇન્ડિયાએ આના પર વિચાર કરવો પડશે, કારણ કે જો તમારે ટેસ્ટ મેચ જીતવી હોય તો તમારે 20 વિકેટ લેવી પડશે. 20 વિકેટ લેવાની અમારી ક્ષમતા સારી નથી. અમારા અન્ય બોલરો તેમની સહાયક ભૂમિકા સારી રીતે નિભાવી શકતા નથી. તેથી, અમારે આ વિભાગમાં જલદીમાં જલ્દી સુધારો કરવો પડશે અને તે કેવી રીતે થશે તેની મને ખબર નથી, પરંતુ તે એક બહુ મોટો પ્રશ્ન છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp