26th January selfie contest

RCBને હરાવ્યા બાદ બોલ્યો રાણા-શાહરૂખે ઘણું કહ્યું પણ કહી નહીં શકું

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ પહેલી જીત હાંસલ કરી છે. ગુરુવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 81 રનોના અંતરથી હરાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ બંનેની બેટ ન ચાલી શકી. હાલની IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સની બીજી મેચમાં આ પહેલી જીત રહી.

આ જીત બાદ નવા કેપ્ટન નીતિશ રાણા અને ટીમના માલિક શાહરુખ ખાન ખૂબ ખુશ નજરે પડ્યા. મેચ બાદ નીતિશ રાણાએ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહેલા શાર્દૂલ ઠાકુરના ભરપેટ વખાણ કર્યા. સાથે જ શાહરુખ ખાનને લઈને પૂછવામાં આવેલા સવાલ પર તેણે કહ્યું કે, તેણે કહ્યું તો ઘણું વધુ છે, પરંતુ કહી નહીં શકું. આવો નીતિશ રાણાને પૂછવામાં આવેલા સવાલો અને તેના જવાબો બાબતે જાણીએ.

ગત હાર બાદ વાપસી કરી છે, તેને કઈ રીતે જુઓ છે? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, અમે ગત મેચ હાર્યા જરૂર છીએ, પરંતુ ત્યારે અમે અંત સુધી મેચમાં બન્યા રહ્યા. અમારા ડ્રેસિંગ રૂમમાં સકારાત્મકતા છે, પરંતુ આ મેચ ખૂબ જ શાનદાર રહી. ગુરબાજે જે પ્રકારે બેટિંગ કરી, શાર્દૂલ પણ શાનદાર રહ્યો. બેટ્સમેન તરીકે શાર્દૂલ ઠાકુરે શાનદાર કામ કર્યું. સુયશ બાબતે શું કહેશો?

આ સવાલ પર તેણે કહ્યું કે, તે સામાન્ય લેગ સ્પિનર જ છે. તે એક ઓર્થોડોક્સ સ્ટાઇલનો એક્સફેક્ટર બોલર છે. તેને સરળતાથી રીડ કરી શકાય નહીં. તેના હાથની ગતિ ખૂબ તેજ છે. તેણે પણ શાનદાર કામ કર્યું. દરેક મેચથી તે કંઈક શીખી રહ્યો છે. તમારી પાસે 2 સ્લો સ્પિનર છે, તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો, તમારા મનમાં શું રહે છે? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, મેં એ જ વિચાર્યું કે, સુનિલ નરીને દરેક વખત શાનદાર કામ કર્યું છે.

મેં બૉલ સનીને પકડાવ્યો. પછી વરુણ અને તેણે શાનદાર કામ કર્યું. મેં વિચાર્યું કે, અમારે મિડલ ઓર્ડર અને ગ્લેન મેક્સવેલને આઉટ કરવા પડશે. શાહરુખ ખાને શું કહ્યું? આ સવાલ પર તેણે કહ્યું કે, તેમણે કહ્યું તો ઘણું બધુ છે, પરંતુ હું તે બતાવી નહીં શકું. શું વાપસી બાદ ઘરેલુ મેદાન પર RCB વિરુદ્ધ મેચ થોડી મુશ્કેલ રહી? આ સવાલના જવાબના નીતિશ રાણાએ કહ્યું કે, એકદમ, અમે 3 વર્ષ બાદ ઘરેલુ મેદાન પર વાપસી કરી રહ્યા હતા. કેપ્ટન તરીકે અમે ફેન્સને સારું આપ્યું છે.

એ અમારા ફેન્સ માટે એક ઈનામ જ છે. રેકોર્ડ તોડવા માટે અમારે સારું કરવું પડશે. ફેન્સ એન્જોય કરવા આવ્યા અને તેમને આનંદ મળ્યો પણ. તમારી ટીમની ઓપનિંગ જોડી બાબતે શું કહેવાય માગશો? તેના પર તેણે કહ્યું કે, તે શૉટ રમવાનો સમય સારો નહોતો, પરંતુ હું આ પ્રકારે રમુ છું. મારે આક્રમક બેટિંગ કરવાની જરૂરિયાત છે. હું એવું જ કરવા પણ માગું છું. અમારી ઓપનિંગ જોડી એવી (રહમાનુલ્લાહ ગુરબાજ અને વેંકટેશ ઐય્યર) નહોતી, અમે આ જોડીને ખાસ ટીમ માટે ઉપયોગ કરી છે.

સુનિલ નરીન અને વરુણ ચક્રવર્તીની જોડીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સવાલ પર નીતિશ રાણાએ કહ્યું કે, બેટ્સમેન તરીકે આપણે બધાને પાવરપ્લે અને ત્યારબાદ પણ સારું કરવાની જરૂરિયાત છે. એટલે બોલિંગમાં આપણે વચ્ચેની ઓવરોમાં પણ સારું કરવાની જરૂરિયાત છે. અમારા સ્પિનર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. વરુણે શાનદાર કામ કર્યું. તેની વાપસી ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp