આજના દિવસે લક્ષ્મણ-દ્રવિડની જોડીએ બનાવ્યો હતો આ રૅકોર્ડ

PC: sportskeeda.com

ટીમ ઈન્ડિયાની 'ધ વોલ'ના નામથી જાણીતા લોકપ્રિય ભૂતપુર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ અને સ્ટાઈલીશ ટેસ્ટ બેટ્સમેન 'વેરી-વેરી' સ્પેશિયલ વીવીએસ લક્ષ્મણે વર્ષ 2001માં આજના જ દિવસે કોલકાત્તા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 376 રનોની પાર્ટનરશીપનો રૅકોર્ડ બનાવ્યો હતો, જેને કોઈ ભૂલી શકે તેમ નથી.

વર્ષ 2011માં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાત્તામાં રમાયેલી ટેસ્ટ મેચમાં રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે નવો રૅકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા ફોલોઓન માટે રમી રહી હતી અને બંનેએ આ મેચમાં 376 રનની પાર્ટનરશીપ બનાવી હતી, જેના લીધે ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ હતી.

એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાથી 274 રનથી પાછળ ચાલી રહેલી મેચ ભારત હારી જશે પંરતુ ફોલોઓનમાં રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે જે કર્યું હતું તે ક્રિકેટ ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. ટીમ ઈન્ડિયાના 232 રન પર 4 વિકેટ પડી ગઈ હતી અને ક્રીઝ પર લક્ષ્મણ અને દ્રવિડ રમી રહ્યા હતા.

મેચની બીજી ઈનિંગમાં લક્ષ્મણે 281 રન અને દ્રવિડે 180 રન બનાવ્યા હતા. બંને વચ્ચે  101.4 ઓવરમાં 376 રનની પાર્ટનરશીપ બની હતી. ટીમ ઈન્ડિયાએ મેચના છેલ્લા દિવસે 68.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 212 રન પર ઓલઆઉટ કરી 171 રનથી મેચ જીતી લીધી હતી. આ બીજી ઈનિંગમાં હરભજન સિંહે 6 વિકેટ અને સચિને 3 વિકેટ લીધી હતી.

વીવીએસ લક્ષ્મણની ઈડન ગાર્ડન પર રમાયેલી આ ઈનિંગમાં 281 રનને સદીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ગણવામાં આવે છે. લક્ષ્મણે ટીમ ઈન્ડિયા તરફથી 134 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 8781 રન બનાવ્યા છે. આ દરમિયાન લક્ષ્મણે 17 સદી અને 56 એર્ધસદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો રૅકોર્ડ શાનદાર છે. તેણે ટેસ્ટમાં કુલ 17માંથી 6 ટેસ્ટમાં સદી અને 6 વન-ડેમાં કરેલી સદીમાંથી 4 શતક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મારી છે.

તેંદુલકર પછી લક્ષ્મણ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રન બનાવ્યા છે. ત્યારે રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 52.31ની સરેરાશથી 13288 રન બનાવ્યા છે, જેમાં 36 સદી અને 63 અર્ધ સદી કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp