ઈસ્લામ મુજબ જીવન જીવવા પાકિસ્તાનની મહિલા કિક્રેટરે 18 વર્ષે ક્રિકેટ છોડી દીધું

PC: sportslumo.com

લાંબા સિક્સરો ફટકારવા માટે જાણીતી પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે ઇન્ટનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધું છે. ક્રિકેટ છોડવાનું કારણ પણ આ  ખેલાડીએ બોર્ડને જણાવ્યું છે.

પાકિસ્તાની મહિલા ક્રિક્રેટ ટીમની ખેલાડી આયશા નસીમે માત્ર 18 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આયશાએ વર્ષ 2020માં પાકિસ્તાનની ટીમમાં ડેબ્યુ કર્યું હતું. આ ખેલાડીને પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ  તેણીએ ક્રિક્રેટને અલવિદા કરી દીધું છે. પાકિસ્તાન ક્રિક્રેટ ટીમની આ મહિલા ખેલાડી લાંબા સિક્સરો મારવા માટે જાણીતી હતી.

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની આશાસ્પદ યુવા ખેલાડી આયેશા નસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આયેશા માત્ર 18 વર્ષની છે. તેણે ઇસ્લામ મુજબ પોતાનું જીવન જીવવા માટે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું છે. ગુરુવારે તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. આયેશાએ 2020માં પાકિસ્તાન માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આયેશાએ PCBને કહ્યું છે કે હું ક્રિક્રેટ છોડી રહી છુ અને ઇસ્લામ મુજબ પોતાની જિંદગી જીવવા માંગુ છું.

આયશા નસીમે પાકિસ્તાન માટે 4 વન-ડે અને 30 T-20 ઇન્ટરનેશમલ મેચ રમી છે. તેણીએ 30 મેચમાં પોતાની T-20 કેરિયરમાં 128ની સ્ટ્રાઇકથી 369 રન બનાવ્યા છે. વન-ડેમાં આયશાના નામે માત્ર 33 રન જ છે. આયેશાએ તેની T-20 કેરિયરમાં 18 સિક્સર મારી ચૂકી છે. પાકિસ્તાન મહિલા ટીમના T-20 ઇતિહાસમાં આયશાથી વધારે સિક્સર નિદા ડારે માર્યા છે. નિદાએ 27 સિક્સર મારેલા છે, જો કે તે 130 મેચ રમી હતી.

આયશા નસીમ લાંબા સિક્સર મારવા માટે જાણીતી હતી. 2023 મહિલા  T-20 વર્લ્ડકપમાં આયશાએ 2 લાંબા સિક્સર ફટકાર્યા હતા. ભારત સામેની મેચમાં આયશાએ 81 મીટર લાંબો સિક્સર માર્યો હતો.એ ટૂર્નામેન્ટમાં  સૌથી લાંબો સિક્સર પણ આયશાને નામે હતો. આર્યલેન્ડ સામેની મેચમાં આયશાએ 79 મીટર લાંબો સિક્સર માર્યો હતો. 2023ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પણ આયશાએ લાંબા લાંબા સિક્સર ફટકાર્યા હતા.

આયશાનો જન્મ 7 ઓગસ્ટ 2004માં થયો હતો. જાન્યુઆરી 2020માં માત્ર 15 વર્ષની ઉંમરમાં આયશા નસીમની ICC મહિલા T-20 વિશ્વકપ માટે પસંદગી કરવામાં આવી હતી. આયશાએ 3 માર્ચ 2020માં થાઇલેન્ડની સામે પાકિસ્તાન વતી T-20 ઇન્ટરનેશનલ મેચથી શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp