ટીમમાં સિલેક્ટ ન કરાતા પાકિસ્તાની ક્રિકેટરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ, હાલત ગંભીર

PC: indiatoday.in

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ઇન્ટરસ્ટેટ ચેમ્પિયનશિપ માટે ઘરેલૂં ટીમમાં સિલેક્ટ ન કરવામાં આવતા દક્ષિણી સિંધ પ્રાંતના હૈદરાબાદના યુવા ક્રિકેટરે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ફાસ્ટ બોલર શોએબે પોતાની હાથની નસ કાપી લીધી હતી જેના કારણે પરિવારના સભ્ય તેને મંગળવારે ઇમરજન્સી સ્થિતિમાં હોસ્પિટલ લઈને ગયા. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ બાદ કોચે શોએબને ટીમમાં ન સિલેક્ટ કર્યો, ત્યારબાદ તેને ડિપ્રેશનના કારણે પોતાને રૂમમાં બંધ કરી લીધો હતો.

પરિવારના સભ્યએ કહ્યું કે, અમને તે પોતાના રૂમના બાથરૂમમાં મળ્યો અને તેની નસ કાપેલી હતી. તે બેભાન અવસ્થામાં હતો અને અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યારે અત્યારે પણ તેની સ્થિતિ ગંભીર છે. આ અગાઉ ફેબ્રુઆરી 2018માં કરાચીના અંડર-19 ક્રિકેટર મોહમ્મદ જારયાબે શહેરની અંડર-19 ટીમમાંથી બહાર કરવા પર પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અગાઉ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઝહીર અબ્બાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. તેમની તબિયત ખરાબ છે અને લંડનની એક ખાનગી હોસ્પિટલના ICUમાં તેમની સારવાર ચાલી રહી છે.

તેઓ હાલમાં જ તેઓ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ, ઝહીર અબ્બાસ 3 દિવસ સુધી ઓક્સિજન સપોર્ટ પર હતા. લંડનની ફ્લાઇટ પકડતી વખતે તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયા હતા. જ્યારે તેઓ લંડન પહોંચ્યા તો તેમને કિડનીમાં પ્રોબ્લેમ અને ન્યૂમોનિયાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. વર્ષ 1969માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા અબ્બાસે 72 ટેસ્ટમાં 5062 રન બનાવ્યા અને 62 વન-ડે મેચોમાં 2572 રન બનાવ્યા છે.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમણે 459 મેચોમાં 34,843 રન બનાવ્યા, જેમાં 108 સદી અને 158 અડધી સદી સામેલ હતી. આ રીતે તેમનો રેકોર્ડ જોઈને કહી શકાય છે કે, તેઓ કયા ક્લાસના ખેલાડી હતા. ઝહીર અબ્બાસ રમત બાબતે પ્રતિક્રિયા આપતા પણ જોવા મળે છે. એ સિવાય કેટલીક મેચો પર તેઓ રમત વિશ્લેષણ કરતા પણ નજરે પડ્યા. સંન્યાસ બાદ તેમને ICC મેચ રેફરી તરીકે કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. ટેસ્ટ અને વન-ડે માટે તેને આ જવાબદારી મળી હતી. એ સિવાય ICC હોલ ઓફ ફેમમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા. વર્ષ 2020માં તેમને સન્માન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની ફેન્સ અને ક્રિકેટરોએ તેઓ જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે અને સોશિયલ મીડિયા પર પોતાની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp