આ છે પંજાબનો અલ્ટ્રા ટફમેન, 24 કલાક સુધી અટક્યા વિના 173 કિમી દોડી જીત્યો ખિતાબ

PC: dainikbhaskar.com

પટિયાલાના બલરાજ કૌશિકે પંચકૂલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં 24 કલાક જરાપણ અટક્યા વિના 173 કિમી દોડીને અલ્ટ્રા ટફમેનનો ખિતાબ હાંસલ કર્યો છે. કૌશિકે શનિવાર એટલે કે 9 માર્ચે સાંજે 6 વાગ્યે દોડવાનું શરૂ કર્યું હતુ અને તે બીજા દિવસ એટલે કે 10મી માર્ચ અને રવિવારે સાંજે 6 વાગ્યા સુધી દોડતો જ રહ્યો. આ દોડ એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ટફમેને કરાવી હતી.

આ અગાઉ પણ બલરાજ કૌશિકે અમૃતસરથી ચંડીગઢ સુધી 200 કિલોમીટરની દોડ પૂરી કરી શેર-એ-પંજાબનો ખિતાબ પણ મેળવ્યો હતો. તે પોતાની તમામ તૈયારી પટિયાલાની બારાદરીમાં સવાર-સાંજ કરે છે અને પંજાબના યુવકોને નશાની લતમાંથી છોડાવવા માટે જાગૃત પણ કરે છે.

આ અગાઉ ઈન્ટરનેશલ રનર કલ્પના પરમાર પણ અહીં 12 કલાક સુધી સતત દોડી હતી. આવી કરનારી કલ્પના રાજ્યની પહેલી દોડવીર હતી. આ દરમિયાન કલ્પનાની દીકરી દીયા પણ તેની સાથે 3 કલાક સુધી દોડી હતી. નેશનલ લેવલ પર કલ્પના 10 હજાર મીટરમાં ગોલ્ડ અને બે રિલે રેસમાં સિલ્વર અને બ્રોન્ઝ જીતી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp