આ પૂર્વ ખેલાડીના મતે શાસ્ત્રી એક ફાઇટર તો છે પણ તેમનામાં અહંકાર પણ છે

PC: sportzwiki.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સિલેક્શન કમિટીના પૂર્વ ચીફ સંદીપ પાટીલે હાલના ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને ઇન્ડિયન ક્રિકેટ ટીમની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ પાસે કોઈ કોચ નહોતા, ના ટ્રેનર હતા, ના ફિઝિયો જેવો સપોર્ટ સ્ટાફ હતો. તો પણ 1971મા અમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સીરિઝ જીતી. 1982મા વર્લ્ડ કપ જીત્યો અને 1986મા પણ ઇંગ્લેન્ડમાં સીરિઝ જીતી. જેવું કે કહેવાય છે કે, તમારે સમય સાથે બદલાવું પડે છે.

તેમણે રવિ શાસ્ત્રી વિશે જણાવ્યું હતું કે, રવિ શાસ્ત્રીની પહેલા દિવસથી જે વાત મને સારી લાગે છે, તે તેમનો પોતાના પર અપાર વિશ્વાસ છે. તે ક્યારેય હાર ન માનનારા વ્યક્તિ છે, પરંતુ તેમની જે વાત મને પસંદ નથી તે છે તેમનો ઘણી વખત જોવા મળતો અહંકાર. પરંતુ આ સત્ય પણ છે કે આજના આ પ્રોફેશનલ સમયમાં લોકો પાસે બીજાને ખુશ કરવાની તક ક્યા હોય છે.

રવિ શાસ્ત્રી હંમેશાં પોતાના કામ પર ફોકસ રાખનારા અને સતત વિચારતા રહેલા ક્રિકેટર રહ્યા છે. એટલે જ બેટ અને બોલની પોતાની સીમિત ક્ષમતાથી તેઓ 1984મા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સનો ખિતાબ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ ક્યારે આકર્ષક ખેલાડી નથી રહ્યા, પરંતુ તેઓ ટીમ માટે કારગર ખેલાડી જરૂર રહ્યા છે અને એ જ છેલ્લે ધ્યાનમાં લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp