રિષભ પંતને લઈને રોહિત શર્મા બોલ્યો- એકલો છોડી દો તેને!

PC: assettype.com

રાજકોટમાં રમાયેલી બીજી T-20 મેચમાં એકતરફી જીત પછી ભારતીય ક્રિક્રેટ ટીમ રવિવારે વિદર્ભમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. જો તે છેલ્લી મેચ જીતી લેશે તો સીરિઝ પોતાના નામે કરી લેશે.

બાંગ્લાદેશે સીરિઝની પહેલી મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. પણ રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં ભારતે બાજી મારી લીધી હતી. ભારતે બીજી મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી પરાજય આપ્યો હતો. સાથે જ સીરિઝમાં 1-1ની સરસાઈ મેળવી લીધી હતી. પણ બીજી મેચમાં રિષભ પંતે ઘણાં છબરડા માર્યા હતાં. જેને કારણે તેની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.

પંતને લઈને પૂછવામાં આવેલા સવાલમાં કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, તેને એકલો છોડી દો. મારા મતે તેમને માત્ર એ કરવાની સંમતિ આપવી જોઈએ જે તે મેદાન પર જઈને કરવા માંગે છે. મહેરબાની કરી તેમને પોતાની આંખો રિષભ પંતથી થોડા સમય માટે હટાવી લો.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, રિષભ પંત એક આક્રમક ખેલાડી છે. અમે તેને સંપૂર્ણ ફ્રીડમ આપી થે, અમને વિશ્વાસ છે કે, તે એક શ્રેષ્ઠ દિગ્ગજ ખેલાડી બનીને આગળ આવશે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટે પણ રિષભને સલાહ આપી હતી. તેણે કહેલું, રિષભ એક પ્રતિભાશાળી યુવા ક્રિક્રેટર છે. આટલી જલદી તેના ઉપર આટલું બધું દબાણ બનાવવાની કોઈ જરૂર છે જ નહિ. એવી આશા રાખવી કે તે રોજ ધોની જેવું જ પ્રદર્શન કરશે, તે બરાબર નથી. રિષભને મારી સલાહ છે કે, ધોની પાસેથી જે પણ તમે શીખી શકો તે શીખી લો. પણ ધોની જેવું બનવાની કોશિશ ન કરો. એવી કોશિશ રાખો કે જેટલું બની શકે એટલો શ્રેષ્ઠ રિષભ પંત બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp