WTC પહેલા પોન્ટિંગે પસંદ કરી શ્રેષ્ઠ પ્લેઇંગ XI, આ ભારતીય ખેલાડીઓને કર્યા સામેલ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવામાં આવવાની છે. ટીમ ઇન્ડિયાના કેટલાક પ્લેયર્સ હાલ IPL 2023 ની ફાઇનલ મેચ રમશે. જ્યારે, વિરાટ કોહલી અને શાર્દુલ ઠાકુર જેવા પ્લેયર્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પહોંચી ચુક્યા છે. હવે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. જેમા તેણે ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સને જગ્યા આપી છે. તો તમે પણ જાણી લો તેના વિશે.
ICC રિવ્યૂ પોડકાસ્ટમાં રિકી પોન્ટિંગે કહ્યું કે, હું ઉસ્માન ખ્વાજાની સાથે શરૂઆત કરીશ. તેના છેલ્લાં કેટલાક વર્ષ, ભલે તે ઓસ્ટ્રેલિયામાં રહ્યો હોય કે બહાર, ખૂબ જ સારા રહ્યા છે. જ્યારથી તે ઓસ્ટ્રેલિયન ટીમમાં આવ્યો છે, તેણે કંઈ પણ ખોટું નથી કર્યું. હું ઓપનિંગ માટે ઉસ્માન અને રોહિત શર્માની સાથે જઈશ. સાથે જ હું ઇચ્છું છું કે, રોહિત ટીમનો કેપ્ટન પણ બને. રોહિત શર્માની કેપ્ટનશિપમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી.
નંબર ત્રણ માટે રિકી પોન્ટિંગે માર્નસ લાબુશેનને પસંદ કર્યો છે. માર્નશ લાબુશેને છેલ્લી કેટલીક મેચોમાં ઓસ્ટ્રેલિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. તેના પ્રદર્શનમાં વધુ નિખાર આવ્યો છે. તેમજ, નંબર ચાર માટે તેણે વિરાટ કોહલીને તક આપી છે. વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્લેયર્સમાં થાય છે. તેના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 74 સદી નોંધાયેલી છે. પાંચમાં નંબર માટે તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને તક આપી છે. વિકેટકીપરની જવાબદારી એલેક્સ કેરીને આપી છે.
રિકી પોન્ટિંગે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનમાં ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાને તક આપી છે. રવિન્દ્ર જાડેજા વિસ્ફોટક બેટિંગની સાથોસાથ સારી બોલિંગ કરવામાં પણ માહેર છે. તેમજ, ફાસ્ટ બોલિંગ આક્રમણ માટે મોહમ્મદ શમી, મિચેલ સ્ટાર્ક, પેટ કમિંસને જગ્યા આપી છે. નાથન લાયન ટીમમાં એકમાત્ર સ્પિનર છે.
રિકી પોન્ટિંગ દ્વારા પસંદ કરવામાં આવેલી સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, માર્નશ લાબુશેન, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (વિકેટ કીપર), પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, મોહમ્મદ શમી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp