IIFA એવોર્ડ શૉમાં પૃથ્વી શૉ, ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે પહેલી વખત નજરે પડ્યો

PC: crictracker.com

ભારતીય ટીમ અને દિલ્હી કેપિટલ્સ (DC)ના ઑપનર પૃથ્વી શૉએ 26 મેના રોજ અબુ ધાબીમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (IIFA) એવોર્ડ્સની 23મી સીઝનમાં ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે પહોંચ્યો. તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કોઈ સાર્વજનિક જગ્યા કે સમારોહમાં પહેલી વખત નજરે પડ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર પૃથ્વી શૉ અને તેની ગર્લફ્રેન્ડનો વીડિયો શેર કર્યો છે.

આ દરમિયાન પૃથ્વી શૉને કાળા રંગનો જેકેટ, કાળું શર્ટ, કાળી જીન્સ અને કાળી ટોપીમાં દેખાયો. બીજી તરફ મોડલ અને એક્ટ્રેસ નિધિ તપાડિયાએ કાળા રંગની સાડી પહેરી હતી. બંનેએ IIFAની ગ્રીન કાર્પેટ પર ફોટોગ્રાફર્સ માટે સાથે પોઝ આપ્યો. બંને કાળા કપડાંમાં ખૂબ શોભી રહ્યા હતા. IIFA રોક્સ ઇવેન્ટમાં બોલિવુડ દિગ્ગજ એક્ટર સલમાન ખાન, કૃતિ સેનન, નોરા ફતેહી અને વિક્કી કૌશલ જેવા મોટા એક્ટર્સ નજરે પડ્યા. આ વર્ષની શરૂઆતમાં વેલેન્ટાઈ ડે પર પૃથ્વી શોટએ સોશિયલ મીડિયાના સૌથી ચર્ચિત પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નિધિ તપાડિયા સાથે તસવીર શેર કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ફોટો ઉપર પૃથ્વી શૉએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હેપ્પી વેલેન્ટાઇન્સ ડે માય વાઇફ.’ પૃથ્વી શૉની આ સ્ટોરીએ આ સમયે ખૂબ ચર્ચા મેળવી હતી. જો કે થોડા સમય બાદ ખેલાડીએ એ સ્ટોરી ડીલિટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પૃથ્વી શૉ વિવાદના કારણે ચર્ચામાં આવ્યો છે. ભોજપુરી ફિલ્મ એક્ટ્રેસ સપના ગિલ સાથે તેનો ઝઘડો થઈ ગયો હતો. પૃથ્વી શૉના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે IPLમાં 2023માં દિલ્હી કેપપીટલ્સ માટે રમ્યો.

આ દરમિયાન તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેણે કેટલીક મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો. તે આખી સીઝનમાં માત્ર એક જ અડધી સદી લગાવી શક્યો. તે સતત રનો માટે ઝઝૂમતો નજરે પડ્યો. 8 ઇનિંગમાં તેણે માત્ર 106 રન બનાવ્યા. આ દરમિયાન 13.25ની એવરેજ અને સ્ટ્રાઈક રેટ 124.70ની રહી. તે બે ઇનિંગમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો અને ઘણી ઇનિંગમાં ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યો.

દિલ્હી કેપિટલ્સ માટે પણ IPL 2023 સારી ન રહી. ટીમ પ્લેઓફની રેસથી સૌથી પહેલા બહાર થનારી ટીમ હતી. અકસ્માતના કારણે નિયમિત કેપ્ટન રિષભ પંત મેદાનથી દૂર હતો. એવામાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે કેપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યું. ટીમ 14માંથી માત્ર 5 જ મેચ જીતી શકી અને પોઇન્ટ્સ ટેબલમાં નવમા નંબર પર રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp