VIDEO: 97 રને જ રહાણેએ સેલિબ્રેટ કરી સદી અને પછી થઈ જોવા જેવી

PC: youtube.com

શનિવારે દેવધર ટ્રોફી વનડે ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઇન્ડિયા-Cએ ઇન્ડિયા-Bને 29 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ મેચ દરમિયાન ઇન્ડિયા-Cના કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને 144 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. જોકે આ ઇનિંગ દરમિયાન દિલચસ્પ અને મજેદાર ક્ષણ પણ સામે આવી હતી જેને જોઈને મેદાનથી લઈને ડ્રેસિંગ રૂમ તેમજ આખા સ્ટેડિયમમાં હલચલ મચી ગઈ હતી.

બન્યું કંઈક એવું હતું કે જ્યારે રહાણે 97 રન પર હતો ત્યારે સ્ટેડિયમના સ્કોરરએ ભૂલથી રહાણેનો સ્કોર 100 રન લખી દીધો હતો જેના કારણે રહાણેએ સદી ફટકારવાની ખુશી મનાવવા બેટ ઊંચું કર્યું હતું. આ દરમિયાન તેના સાથી બેટ્સમેને પણ તેણે શુભકામના પાઠવી હતી. ત્યારે રહાણેનું ધ્યાન ડ્રેસિંગરૂમ તરફ ગયું. ત્યાંથી સુરેશ રૈના રહાણેને ઇશારો કરીને જણાવી રહ્યો હતો કે સદી થવામાં 3 રન બાકી છે. પછી રહાણેએ હલકું સ્મિત આપી ફરી બેટિંગ કરવા લાગ્યો હતો.

જોકે રહાણેએ આ મેચમાં સદી પૂરી કરી અને અણનમ 144 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ઇશાન કિશને પણ 114 રનની ઇનિંગ રમી હતી. રહાણે અને કિશને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી જેના કારણે ઇન્ડિયા-C 50 ઓવરમાં 352 રનનો વિશાળ સ્કોર ઊભો કરી શકી. તેના જવાબમાં ઇન્ડિયા-B 323 રન પર ઓલઆઉટ થઈ ગયી હતી અને 29 રને મેચ હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp