અફઘાનિસ્તાન બોર્ડની હાર બાદ કાર્યવાહી શરૂ,રાશિદ ખાન માટે આજે સૌથી શ્રેષ્ઠ દિવસ

PC: thenational.ae

વર્લ્ડ કપ 2019મા ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરનારી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પર હવે કાર્યવાહી શરૂ થઇ ગઈ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુલબદીન નઇબને વન-ડે કેપ્ટનપદેથી હટાવી દીધો છે અને તેના સ્થાને રાશિદ ખાનને કેપ્ટન બનાવ્યો છે.

એટલું જ નહીં રાશિદ ખાનને વન-ડે જ નહીં ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન એકપણ મેચ જીતી શકી નહોતી. જેથી કાર્યવાહી કરતા અફઘાનિસ્તાન બોર્ડે કેપ્ટનની છૂટ્ટી કરી દીધી હતી. રાશિદને કેપ્ટન અને અસગર અફઘાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ICCએ આ અંગે જાણકારી આપતા ટ્વીટ કર હતી કે રાશિદ ખાનને તમામ ફોર્મેટ માટે અફઘાનિસ્તાનનો કેપ્ટન પસંદ કરવામાં આવ્યો છે અને અસગર અફઘાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાશિદ ખાન પહેલા અફઘાનિસ્તાન માટે T20 ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો હતો, હવે તે ટેસ્ટ અને વન-ડેમાં પણ કેપ્ટનશિપ કરતો જોવા મળશે. એપ્રિલ 2019મા જ અફઘાનિસ્તાને વન-ડેમાં ગુલબદીન નઇબ અને ટેસ્ટ માટે રહમદ શાહને કપ્તાન બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp