
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી ખૂબ લાઇમલાઇટ મેળવી છે. રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને જીતેશ શર્માએ જ્યાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તો તુષાર દેશપાંડે, મથિશા પથિરાના અને સુયશ શર્મા જેવા યુવા સ્ટાર બોલરોએ બૉલથી કેર વર્તવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત છે. તેમણે ખાસ કરીને યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ અને તિલક વર્માના ભરપેટ વખાણ કર્યા છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આ 3 ખેલાડી પોતાના હાલના ફોર્મના આધાર પર વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમમાં જગ્યા હાંસલ કરવાના દાવેદાર પણ છે. રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં કહ્યું કે, ‘એક યશસ્વી જયસ્વાલ છે જે પ્રકારે તે આ સીઝન રમ્યો છે, તે ગયા વર્ષની તુલનામાં એક ઉલ્લેખનીય અને ખૂબ જ સકારાત્મક સંકેત છે. એ દર્શાવે છે કે, આ યુવા ખેલાડી પોતાની ગેમ પર મહેનત કરી રહ્યો છે. બીજા નંબર પર રિંકુ સિંહ છે. અત્યાર સુધી મેં જેટલું જોયું છે, એ ખેલાડીનું ટેમ્પરામેન્ટ શાનદાર છે.
યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ બંનેએ ખૂબ મહેનત કરી છે. તેમની અંદર જોશ અને ઝનૂન દેખાઈ રહ્યું છે, જે ટોપ પર પહોંચવા માટે ખૂબ જ જરૂરી હોય છે. રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા માટે IPL 2023 ખૂબ શાનદાર રહી છે. રાજસ્થાન રોયલ્સના ઑપનર બેટ્સમેન યશસ્વીએ IPL 2023માં 13 મેચોમાં 575 રન બનાવ્યા છે. યશસ્વીના નામે IPL ઇતિહાસની સૌથી ફાસ્ટ અડધી સદીનો રેકોર્ડ પણ છે. તો 25 વર્ષીય રિંકુ સિંહે કોલકાતા માટે 50.88ની એવરેજથી 407 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં રિંકુ સિંહે અંતિમ ઓવરમાં સતત 5 સિક્સ લગાવીને ટીમને જીત અપાવી હતી. તો તિલક વર્માએ મુંબઈ ઇન્ડિયન્સ માટે એક વખત બેટથી પ્રભાવિત કર્યા છે અને તે 9 મેચોમાં 274 રન બનાવી ચૂક્યો છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જ્યાં સુધી બેટિંગની વાત છે, તિલક વર્મા સાથે સાથે પંજાબનો વિકેટકીપર બેટ્સમેન જેણે બધાનું ધ્યાન ખેચ્યું છે, પરંતુ હું તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને રાખીશ. તે એવા છે જે ઋતુરાજ ગાયકવાડ સાથે વાસ્તવમાં આગળ વધી શકે છે. આ એ ખેલાડી છે જે વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવા માટે દાવેદારી રજૂ કરી શકે છે. જો કોઈ પ્રમુખ ખેલાડીને ઇજા થાય છે તો આ લોકો સીધા મિશ્રણમાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp