કોહલી-રોહિતના ઝઘડા અંગે પહેલીવાર રવિ શાસ્ત્રીએ આપ્યું નિવેદન

PC: indianexpress.com

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચેના મતભેદની અટકળોને નકારતા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, વિચારધારામાં અંતરને મતભેદના રૂપમાં જોવું જોઈએ નહી. ટીમમાં જ્યારે 15 ખેલાડીઓ હોય છે ત્યારે એવો સમય આવે છે જ્યારે ખોલાડીઓની વિચારસરણીમાં તફાવત આવે છે. અને તેની જરૂરત પણ પડે છે. હું નથી ઈચ્છતો કે લોકો આ જ વાત કરે. ચર્ચાઓ થવી જોઈએ. અને ત્યારે જ કોઈ નવી વ્યૂહરચના વિશે વિચારી શકાય જ્યારે તેને પ્રોત્સાહન આપી શકાય. માટે તમારે ખેલાડીઓને જાતે અભિવ્યક્ત કરવાની તક આપવી જોઈએ. પછી નિર્ણય લેવો જોઈએ કે શ્રેષ્ઠ શું છે.

શાસ્ત્રીએ કહ્યું, ક્યારેક ટીમનો જૂનિયર ખેલાડી પણ એવી વ્યૂહરચના સામે લાવી શકે છે જેના વિશે અમે વિચાર્યું પણ નહોય. અને અમે તેના પર વિચાર કરી શકીએ છીએ. માટે આને મતભેદના રૂપમાં જોવાની જરૂર છે જ નહી.

શાસ્ત્રી કહે છે કે, જો રોહિતનો કોહલી જોડે ગંભીર રીતે મતભેદ હતે તો રોહિત વર્લ્ડ કપ 2019માં 5 સદી ન કરી શકતે. હું પાછલા પાંચ વર્ષથી ડ્રેસિંગ રુમનો હિસ્સો છું. મેં જોયું છે કે છોકરાઓ કઈ રીતે રમે છે એને તેઓ કઈ રીતે ટીમને મજબૂત બનાવી રહ્યા છે. ખેલાડીઓને તેમના કામની નૈતિકતાનો ખ્યાલ છે. મને લાગે છે કે મીડિયામાં જે વાત ચાલી રહી છે તે તદ્દન બકવાસ છે.

રવિ શાસ્ત્રીનું કહેવું છે કે, જો બન્ને વચ્ચે તકરાર હતે તો રોહિત વર્લ્ડ કપમાં પાંચ સદી કઈ રીતે ફટકારતે? વિરાટે જે કર્યું એ તે કઈ રીતે કરી શકતે જે તે કરી રહ્યો છે. તેઓ એક સાથે પાર્ટનરશીપ કઈ રીતે બનાવતે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp