વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે રવિ શાસ્ત્રી જવાબદારઃ રાશિદ લતીફ

PC: dnaindia.com

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા મહિનાઓથી રન બનાવવા માટે ઝઝૂમતો નજરે પડી રહ્યો છે. તેનું આ ખરાબ ફોર્મ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની સીઝનમાં પણ જોવા મળ્યું હતું. વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2 વર્ષથી કોઈ સદી લગાવી નથી. વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ઘણા ક્રિકેટ દિગ્ગજોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. આ જ અનુસંધાને પાકિસ્તાની પૂર્વ કેપ્ટન રાશિદ લતિફનું નામ પણ જોડાઈ ગયું છે, પરંતુ રાશિદ લતિફે વિરાટ કોહલીના ખરાબ ફોર્મને લઈને અજીબોગરીબ નિવેદન આપ્યું છે.

રાશિદ લતિફનું માનવું છે કે, પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના કારણે વિરાટ કોહલી આ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. લતિફે એક યુટ્યુબ ચેનલ પર આ વાત કહી હતી. ખરાબ ફોર્મને લઈને રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને બ્રેક લેવાની સલાહ આપી હતી. તેને લઈને પૂર્વ પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેનને સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં લતિફે કહ્યું કે, આ બધુ તેમના (રવિ શાસ્ત્રી) કારણે થયું છે. વર્ષ 2019માં તેમણે અનિલ કુંબલે જેવા ખેલાડીને સાઇડલાઇન કરતા રવિ શાસ્ત્રીને કોચ બનાવ્યા.

રાશિદ લતિફે કહ્યું કે, મને ખબર નથી કે તેમની પાસે માન્યતા હતી કે નહીં. તેઓ (રવિ શાસ્ત્રી) એક બ્રોડકસ્ટર (કમેન્ટેટર) હતા. તેમનું કોચિંગ સાથે કંઈ લેવા દેવા નહોતું. મને નથી લાગતું કે, વિરાટ કોહલી સિવાય રવિ શાસ્ત્રીને અંદર લાવવામાં કોઈ બીજાની ભૂમિકા રહી હશે, પરંતુ જ્યારે આ દાવ ઊલટો પડી રહ્યો છે, એ જ બરાબર છે ને? જો તેઓ (રવિ શાસ્ત્રી) કોચ ન બનતા તો તે (વિરાટ કોહલી) પણ આઉટ (ખરાબ ફોર્મમાં ન જતો) ન થતો.  ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રી પહેલી વખત ભારતીય ટીમ સાથે ડિરેક્ટર તરીકે વર્ષ 2014મા જોડાયા હતા.

આ દરમિયાન તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2016 સુધી હતો. ત્યારબાદ અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા, પછી વર્ષ 2017માં ભારતીય ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર બાદ રવિ શાસ્ત્રીને ફૂલ ટાઇમ કોચ બનાવી દેવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ જીતી. રવિ શાસ્ત્રી કોચ રહેતા ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી સફર નક્કી કરી હતી. જોકે રવિ શાસ્ત્રીના કોચિંગમાં ભારતીય ટીમ અત્યાર સુધી ICC ટૂર્નામેન્ટ જીતી ન શકી, જેને લઈને BCCIમાં નારાજગી હતી. રવિ શાસ્ત્રીનો વિરાટ કોહલી સાથે તાલમેળ ખૂબ શાનદાર રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp