ટેસ્ટ ક્રિકેટને લઈને રવિ શાસ્ત્રીએ કરેલા નિવેદન પર અશ્વિને વ્યક્ત કરી નારાજગી

PC: khabarchhe.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટને લઈને એક અજીબોગરીબ નિવેદન આપ્યું હતું. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ટેસ્ટ ક્રિકેટ માત્ર ટોપ 3 કે 4 દેશો સુધી જ સીમિત હોવી જોઈએ. હવે રવિ શાસ્ત્રીના આ નિવેદન પર બહેસ છેડાઈ ગઈ છે. ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ રવિ શાસ્ત્રીના નિવેદન પર સહમત નથી. રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, હાલમાં જ રવિ ભાઈએ કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટને એક એવું ફોર્મેટ બનાવવું જોઈએ, જે માત્ર 3-4 દેશ જ રમે, પરંતુ જ્યારે 3-4 દેશ રમશે તો આયરલેન્ડ જેવી ટીમોને રમવાનો ચાન્સ નહીં મળે.

જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમશો ત્યારે તમારી પ્રથમ શ્રેણીનો ઢાંચો સારો હશે. જ્યારે તમારું ફર્સ્ટ ક્લાસ સ્ટ્રક્ચર સારું હશે ત્યારે લોકોને વધારે ચાન્સ મળશે. પ્રથમ શ્રેણીની ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પોતાની રમતને T20 ક્રિકેટના હિસાબે ઢાળે છે. આ પ્રકારે ક્રિકેટે આકાર લીધો છે. રવિચંદ્રન અશ્વિને 8 મહિનાના અંતરાળ બાદ ભારતીય T20 ટીમમાં વાપસી કરી છે અને હાલમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝમાં વ્યસ્ત છે.

અશ્વિને કેરેબિયન દેશોમાં પ્રથમ શ્રેણીની ક્રિકેટની અછત પર પ્રકાશ નાખ્યો કેમ કે, ત્યાંના ખેલાડીઓએ પોતાનું ધ્યાન લાલ બૉલવાળા ક્રિકેટને છોડીને નાના ફોર્મેટમાં સ્થાનાંતરીત કરી દીધું છે, જેથી ત્યાં વન-ડે અને T20 ક્રિકેટમાં ઘટાડો આવ્યો છે. અશ્વિને કહ્યું કે, ‘તમે પ્રથમ શ્રેણીની ક્રિકેટને કઈ રીતે મજબૂત કરશો? તેના માટે ટેસ્ટ ક્રિકેટ તમારા દેશમાં પ્રાસંગિક હોવી જોઈએ. જો ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક નથી તો તેઓ તેને સંપૂર્ણ રસથી નહીં રમે.

હું આ સમયે વેસ્ટ ઇન્ડીઝમાં છું અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ શ્રેણીની ક્રિકેટ લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. ઘણા T20 ટૂર્નામેન્ટ અહીં થઈ રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતનો બીજો સૌથી સફળ બોલર છે. અશ્વિને અત્યાર સુધી 86 ટેસ્ટ મેચોની 162 ઇનિંગમાં કુલ 442 વિકેટ લીધી છે. આ દરમિયાન અશ્વિનની એવરેજ 24.13ની રહી છે. 35 વર્ષીય અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરમાં 30 વખત ઇનિંગમાં 5 વિકેટ હૉલ અને 7 વખત મેચમાં 10 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp