અશ્વિને WTC ફાઇનલમાં ન રમાડવાને લઈને તોડ્યું મૌન, પહેલી વખત આપ્યું આ નિવેદન

ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ રવિચંદ્રન અશ્વિને આ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, તે માનસિક રૂપે રમવા માટે પૂરી રીતે તૈયાર હતો અને જ્યારે એક ક્રિકેટર તરીકે તમારે બહાર બેસાડી દેવામાં આવે છે તો તે ખૂબ મુશ્કેલ હોય છે. રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટ મેચના પહેલા દિવસ ઘાતક બોલિંગ કરી અને 5 વિકેટ પોતાના નામે કરી.
અશ્વિને કેરેબિન ટીમ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું. તેની સાથે જ તે દિગ્ગજ બોલરોની લિસ્ટમાં સામેલ થઈ ગયો. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની કુલ 700 વિકેટ થઈ ગઈ છે અને આ કારનામું કરનારો તે દુનિયાનો 16મો બોલર બની ગયો છે, જ્યારે ભારત તરફથી આ રેકોર્ડ બનાવનારો તે માત્ર ત્રીજો બોલર છે. અશ્વિનન આ શાનદાર પ્રદર્શન બાદ હવે ફરી વખત એ જ સવાલ ઉભરીને સામે આવી ગયો છે કે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં કે ન રમાડવામાં આવ્યો?
રવિચંદ્રન અશ્વિને પોતે તેના પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, મેં તેની બાબતે વાત કરી છે. એક ક્રિકેટર તરીકે મુશ્કેલ હોય છે, જ્યારે તમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જેવી મોટી મેચોથી બહાર કરી દેવામાં આવે. જ્યારે અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીની ફાઇનલ માટે ઇંગ્લેન્ડ ગયા હતા તો હું પૂરી રીતે રમવા તૈયાર હતો. હું માનસિક અને શારીરિક રૂપે આ મેચ રમવા તૈયાર હતો અને બધી પ્લાનિંગ પણ કરી લીધી હતી. જો કે રમવાનો ચાંસ ન મળવા માટે પણ હું તૈયાર હતો.
વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 64.3 ઓવરમાં 150 રન પર જ સમેટાઇ ગઈ. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સૌથી વધુ 47 રન અલીકે બનાવ્યા, જ્યારે બ્રેથવેતે 20 રન બનાવ્યા. એ સિવાય બીજા કોઈ પણ ખેલાડી કંઈ ખાસ ન કરી શક્યા. 5 ખેલાડી એવા રહ્યા જેઓ ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. તો ભારતીય ટીમે પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp