BCCIના અધિકારીના મતે-ટીમમાં જગ્યા મેળવવા માટે સરફરાઝે આ વસ્તુઓ પર કરવું પડશે કામ

PC: crictoday.com

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટેસ્ટ ટીમમાં સરફરાઝ ખાનને જગ્યા ન મળવા પર સુનિલ ગાવસ્કર જેવા પૂર્વ દિગ્ગજોએ નિંદા કરી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ દાવો કર્યો કે, આ નિર્ણય પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનમાં કમી મોટું કારણ છે. સરફરઝ ખાને રણજી ટ્રોફીની છેલ્લી 3 સીઝનમાં 2,566 રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં પ્રથમ શ્રેણીની 37 મેચોમાં 79.65ની એવરેજથી રન બનાવ્યા છે.

એવામાં અંડર-19 વર્લ્ડ કપમાં 2 વખત દેશનું પ્રતિનિધિવ કરનાર ખેલાડીને ટીમમાં જગ્યા ન આપવા પર સવાલ ઉઠી રહ્યા છે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન થયું છે જેની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં એવરેજ 42ની આસપાસ છે. ટીમ સિલેક્શન સાથે જોડાયેલા BCCIના એક અધિકારીએ ગોપનિયતાની શરત પર કહ્યું કે, ‘મને આ પ્રકારની નારાજગીવાળી પ્રતિક્રિયા સમજમાં આવે છે, પરંતુ હું તમને બતાવી શકું છું કે સરફરાઝને વારંવાર નજરઅંદાજ કરવા પાછળનું કારણ માત્ર ક્રિકેટ નથી. એવા ઘણા કારણ છે જેના કારણે તેનું સિલેક્શન થઈ રહ્યું નથી.’

તેમણે સવાલીયા અંદાજમાં કહ્યું કે, ‘શું સિલેક્ટર્સ અણસમજૂ છે, જે સતત 2 સીઝનમાં 900 કરતા વધુ રન બનાવનારા ખેલાડીને નજરઅંદાજ કરશે? ટીમમાં સિલેક્શન ન થવા પાછળ એક મોટું કારણ તેની ફિટનેસ છે, જે ઇન્ટરનેશનલ સ્તરની નથી. સરફરાઝે આ બાબતે ખૂબ મહેનત કરવી પડશે અને પોતાનું વજન ઓછું કરીને વધુ ફિટનેસ સાથે વાપસી કરવી પડશે. સિલેક્શન માટે માત્ર બેટિંગ ફિટનેસ જ એકમાત્ર માપદંડ છે. BCCI અધિકારીના જણાવ્યા મુજબ, ફિટનેસ સાથે મેદાનની અંદર અને બહારનું વલણ પણ અનુશાસનના માપદંડ પર ખરું રહ્યું નથી.

તેમને કહ્યું કે, મેદાનની અંદર અને બહાર તેનું આચરણ ઉચ્ચ સ્તરનું રહ્યું નથી. તેની કેટલીક વાતો અને કેટલાક ભાવ ભંગિમા અનુશાસનની દૃષ્ટિકોણથી સારી રહી નથી. આશા છે કે સરફરાઝ, તેના પિતા તેમજ કોચ નૌશાદ ખાન સાથે કેટલાક પહેલુંઓ પર કામ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે દિલ્હી વિરુદ્ધ રણજી મેચમાં સદી ફટકાર્યા બાદ સરફરઝનું આક્રમક અંદાજમાં સેલિબ્રેશન મનાવવું સિલેક્ટર્સને પસંદ ન આવ્યું. એ સમયે સિલેક્શન સમિતિના તત્કાલીન પ્રમુખ ચેતન શર્મા સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. આ અગાઉ વર્ષ 2022ની રણજી ટ્રોફીની ફાઇનલ દરમિયાન તેના આચરણે મધ્ય પ્રદેશના કોચ અને મુંબઈના પૂર્વ દિગ્ગજ ચંદ્રકાંત પંડિતને નારાજ કરી દીધા હતા.

જ્યારે અધિકારીને પૂછમાં આવ્યું કે, શું IPLના ખરાબ પ્રદર્શન અને શૉટ બૉલ સામે તેની નબળાઇના કારણે એવો નિર્ણય લેવા મજબૂર કર્યા? તેના પર તેમણે કહ્યું કે, ‘તે મીડિયા દ્વારા બનાવવામાં આવેલી ધારણા છે. જ્યારે મયંક અગ્રવાલ ભારતીય ટેસ્ટ ટીમમાં આવ્યો, તો તેણે એક સીઝનમાં પ્રથમ શ્રેણીમાં લગભગ 1,000 રન બનાવ્યા હતા. શું MSK પ્રસાદની સમિતિએ તેના IPL રેકોર્ડ જોયા? હનુમા વિહારી સાથે પણ એવું જ હતું, તે પણ ઘરેલુ ક્રિકેટ રમીને નેશનલ ટીમમાં આવ્યો અહતો.

ભારતીય ટીમ માટે જ્યારે તેમના IPL રેકોર્ડોને જોવામાં ન આવ્યા તો પછી સરફરઝ સાથે એવું કેમ થશે? તેમણે કહ્યું કે સરફરઝ માટે હવે ટીમમાં જગ્યા બનાવવી વધુ મુશ્કેલ હશે. ઋતુરાજ ગાયકવાડ સાથે સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં જગ્યાના દાવેદાર છે અને શ્રેયસ ઐય્યર જ્યારે ઇજાથી બહાર આવી જશે તો ટીમમાં વાપસીનો તેનો પણ દાવો મજબૂત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp