માંડ-માંડ બચ્યા બાબર અને આફ્રિદી, જ્યાં રમી રહ્યા હતા મેચ તેની પાસે ધમાકો

PC: khabarchhe.com

રવિવારે પાકિસ્તાન ફરી એક વખત બોમ્બ ધમાકાથી ભભકી ઉઠ્યું. બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં બોમ્બ ધમાકામાં 5 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા. ધમાકા બાદ ક્વેટા શહેરના નવાબ અકબર બુગતી સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)ને થોડા સમય માટે રોકી દેવી પડી હતી. આ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી જેવા હાઇ પ્રોફાઇલ ખેલાડી ઉપસ્થિત હતા. જો કે, આ ધમાકામાં તેમને કોઇ ઇજા થઇ નથી.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, આ ધમાકો શહેરના સુરક્ષા અધિકારીઓને નિશાનો બનાવીને સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હતો, જેની જવાબદારી પ્રતિબંધિત પાકિસ્તાની આતંકી સંગઠન તાલિબાન. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી છે. રિપોર્ટ્સ મુજબ, આ ધમાકો થયો એ સમયે ક્વેટાના નવાબ અકબર બુગતી સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર લીગની પ્રદર્શની મેચ ચાલી રહી હતી, જેમાં ઘણા મોટા ખેલાડી રમી રહ્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ હુમલામાં કોઇ પણ ખેલાડી ઇજાગ્રસ્ત થયો નથી.

થોડા દિવસ અગાઉ જ પેશાવરની એક મસ્જિદમાં એક બપોરની નમાજ દરમિયાન તાલિબાનના એક આત્મઘાતી હુમલાવરે પોતાને ઉડાવી દીધો હતો, જેના કારણે 101 લોકોના મોત થયા હતા અને 200 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં મોટા ભાગના સુરક્ષાકર્મી હતા. એક પાકિસ્તાની અખબારના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ TTPને નિયંત્રિત કરવા માટે અફઘાન તાલિબાન પ્રમુખ હૈબુતલ્લાહ અખુંદજાદાના હસ્તક્ષેપની માગ કરવાનો નિર્ણય કર્યો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં TTPએ જૂન 2022માં સરકાર સાથે થયેલા અનિશ્ચકલીન સંઘર્ષ વિરામને પરત લઇ લીધો અને પોતાના આતંકવાદીઓને સુરક્ષા બળો પર હુમલા કરવાના આદેશ આપ્યા હતા. માનવામાં આવે છે કે TTP અને અલ-કાયદાના નજીકના સંબંધ છે. કાર્યવાહી માટે આ ગઠબંધને વડાપ્રધાન શરીફ અને PML-N અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીના PPPના ટોપ નેતાઓને નિશાનો બનાવવાની ધમકી આપી છે. વર્ષ 2007માં ઘણા આતંકવાદી સંગઠનોના એક ગ્રુપના રૂપમાં સ્થાપિત TTPએ પાકિસ્તાન સરકાર સાથે સંઘર્ષ વિરામને સમાપ્ત કરી દીધો અને પોતાના ઉગ્રવાદીઓને આખા દેશમાં આતંકવાદી હુમલાઓ કરવાનો આદેશ આપ્યો હતો.

TTP પાકિસ્તાન ભારતમાં ઘણા આત્મઘાતી હુમલાને અંજામ આપી ચૂક્યું છે, જેમાં વર્ષ 2009માં સેના હેડક્વાર્ટર પર હુમલો, સૈન્ય છવાણીઓ પર હુમલા અને વર્ષ 2008માં ઇસ્લામાબાદમાં મેરિયટ હોટલમાં બોમ્બમારો સામેલ છે. વર્ષ 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરના ઉત્તર-પશ્ચિમી શહેરમાં આર્મી પબ્લિક શહેરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કર્યો હતો, જેમાં 131 વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp