રિષભે એડિલેડમાં રચ્યો ઈતિહાસ, તોડ્યો ધોનીનો આ રેકોર્ડ

PC: circleofcricket.co

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલી એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે વિકેટ કીપર-બેટ્સમેન રિષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. 21 વર્ષીય આ યુવા ખેલાડીએ ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં 6 કેચ પકડ્યા અને તેની સાથે જ ધોનીનો એક ખાસ રેકોર્ડ પણ તેણે તોડી નાંખ્યો અને તે સાથે જ તે ભારતનો પહેલો એવો વિકેટ કીપર બની ગયો જેણે એક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 કેચ પકડ્યા.

પંતે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં 6 કેચ પકડ્યા અને ઓસ્ટ્રેલિયામાં એક ઈનિંગમાં સર્વાધિક કેચ પકડનાર ભારતીય વિકેટ કીપર બની ગયો. આ અગાઉ આ રેકોર્ડ ધોનીના નામ પર હતો, જેણે પર્થમાં 2008માં 5 કેચ પકડ્યા હતા. ધોનીએ આ ઉપરાંત, મેલબર્નમાં 2014માં એક ઈનિંગમાં 5ને આઉટ કર્યા હતા, જેમાં 4 કેચ અને 1 સ્ટમ્પિંગ હતુ.

એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 235 રન બનાવ્યા. તે અગાઉ ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 250 રન બનાવ્યા હતા. આમ, ભારતને પહેલી ઈનિંગના આધારે 15 રનની બઢત મળી. ઓસ્ટ્રેલિયાની ઈનિંગને 235 રન પર પેવેલિયન ભેગી કરવામાં પંતે છ કેચ પકડીને મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. પંતે શનિવારે કોમિચેલ સ્ટાર્ક, ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવુડના કેચ પકડ્યા. આ અગાઉ એડિલેડ ટેસ્ટના બીજા દિવસે તેણે ઉસ્માન ખ્વાજા, પીટર હેડ્સકોમ્બ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેમનો કેચ પકડ્યો હતો.

પંત ઉપરાંત, મહેન્દ્ર સિંહ ધોની જ એકમાત્ર એવો ભારતીય વિકેટ કીપર રહ્યો છે, જેણે એક ટેસ્ટ ઈનિંગમાં 6 કેચ પકડ્યા હોય. ધોનીએ આ કમાલ 2009માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં કર્યો હતો. એક ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ 7 કેચોનો છે. આ કમાલ પારિસ્તાનના વસીમ બારી, ઈંગ્લેન્ડના બોલ ટેલર, ન્યુઝીલેન્ડના ઈયાન સ્મિથ અને વેસ્ટઈન્ડિઝના રિડલી જેકબના નામે છે. આ તમામ વિકેટ કીપરોએ એક ટેસ્ટ ઈનિંગમાં 7-7 કેચ પકડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp