26th January selfie contest

પંતે બનાવી શરમજનક સદી, કઈ રીતે બની શકશે તે ધોનીનો ઉત્તરાધિકારી?

PC: twitter.com/rishabpant777

ટીમ ઈન્ડિયાનાં યુવા વિકેટકીપર રિષભ પંતને ભલે ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો હોય, પરંતુ વિકેટ કીપિંગમાં તેનું શરમજનક પ્રદર્શન ચિંતાનું કારણ છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં પણ રિષભ પંત વિકેટ કીપર તરીકે એ જ ભૂલ કરતો જોવા મળ્યો, જેને લઈને સતત તેની નિંદા કરવામાં આવી રહી છે. અમે વાત કરી રહ્યાં છે રિષભ પંતની ખરાબ વિકેટ કીપિંગની.

રિષભ પંત અત્યાર સુધીનાં કરિયરમાં માત્ર 5 જ ટેસ્ટ મેચ રમ્યો છે અને આટલા ઓછાં સમયમાં જ બાયનાં રનોની શરમજનક સદી લગાવી દીધી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કરનારા રિષભ પંતે જ્યારે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે, ત્યારથી ટીમ ઈન્ડિયાનાં બોલર્સ 103 બાયનાં 103 રન આપી ચૂક્યાં છે. આ આંકડો સ્પષ્ટરીતે રિષભ પંતની ખરાબ વિકેટ કીપિંગ તરફ ઈશારો કરે છે.

વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ રિષભ પંતની વિકેટ કીપિંગની ટેકનિક પર જ સવાલ ઉઠાવ્યો છે. ત્યારબાદ રિષભ પંતે નેશનલ ક્રિકેટ અકેડમીમાં કિરણ મોરે સાથે ટ્રેનિંગ પણ કરી હતી. જોકે, આ ટ્રેનિંગનો કોઈ ફાયદો દેખાઈ નથી રહ્યો. ઈંગ્લેન્ડમાં બાયનાં 76 રનો આપનારા રિષભ પંતે હવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં પણ બાયનાં 27 રનો આપ્યાં છે. જો, રિષભ પંત જલદી પોતાની કમજોરી નહીં સુધારશે તો તેનું ધોનીને રિપ્લેસ કરવું મુશ્કેલ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp