પંત કે KL રાહુલ? ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિકેટકીપર કોણ? આ 2 ખેલાડી પણ લાઈનમાં છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે. ODI વર્લ્ડ કપ 2023ની રનર્સઅપ ભારતીય ટીમે 6 મહિનાથી એક પણ ODI સિરીઝ રમી નથી. તેને ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામે ODI સિરીઝ રમવાની છે, તેથી ભારતીય ટીમ પાસે તેની તૈયારીઓ પર નજર રાખવાની વધુ તક નથી. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના સિલેકશનને લઈ ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. ટૂર્નામેન્ટ માટે વિકેટકીપરની વાત કરીએ તો ચાર વિકલ્પો દેખાઈ રહ્યા છે. તેમાંથી 2 ખેલાડીઓની પસંદગી કરી શકાય છે.
KL રાહુલ રેસમાં સૌથી આગળ છે. તે લાંબા સમયથી ભારતીય ટીમ માટે 50 ઓવરની ક્રિકેટમાં વિકેટ કીપિંગ કરી રહ્યો છે. KL રાહુલે 2023 ODI વર્લ્ડ કપમાં વિકેટકીપિંગ કર્યું હતું. આ સિવાય ઈશાન કિશન ટીમમાં હતો. તે એક વર્ષથી વધુ સમયથી ભારતીય ટીમની બહાર છે. આવી સ્થિતિમાં તેની પસંદગી થવી મુશ્કેલ છે. આ સિવાય રીષભ પંત અને સંજુ સેમસન વિકલ્પ છે. માર્ગ અકસ્માતમાંથી પરત ફર્યા પછી રીષભ પંતને ભારતની છેલ્લી વનડે શ્રેણીમાં તક મળી હતી. બીજો વિકલ્પ સંજુ સેમસન છે. સેમસને લાંબા સમયથી ODI ક્રિકેટ રમી નથી, પરંતુ તેણે તાજેતરમાં T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. KL રાહુલ, રીષભ પંત અને સેમસનમાંથી 2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિકેટકીપર તરીકે KL રાહુલ પ્રથમ પસંદગી બની શકે છે. તેનું સૌથી મોટું કારણ ODI વર્લ્ડ કપ 2024માં પ્રદર્શન છે. તેણે 11 મેચની 10 ઇનિંગ્સમાં 75.33ની એવરેજથી 452 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. KL રાહુલની વિરુદ્ધ તેનો સ્ટ્રાઈક રેટ જઈ શકે છે. તેણે 90.76ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
વિકેટકીપરે 5 કે 6 નંબર પર રમવાનું રહેશે. આવી સ્થિતિમાં ઝડપી રન બનાવી શકે તેવા બેટ્સમેનની જરૂર છે. આ બાબત રીષભ પંતને તક અપાવી શકે છે. આ ક્રમમાં પંત વધુ સારો સાબિત થઈ શકે છે. જોકે, વનડે ક્રિકેટમાં તેનો રેકોર્ડ કંઈ ખાસ નથી. રીષભ પંતે 31 વનડેની 27 ઇનિંગ્સમાં 33.50ની એવરેજથી 871 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. તેનો સ્ટ્રાઈક રેટ 106.21 છે.
તેના ફોર્મથી સંજુ સેમસનને ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે. જો કે આ રન તેણે T20માં બનાવ્યા છે. 16 વનડેમાં 56.66ની એવરેજથી 510 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેણે T20 ક્રિકેટમાં છેલ્લી 5 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. સંજુ વિરુદ્ધ બે બાબતો જઈ શકે છે. તેણે ડિસેમ્બર 2023થી 50 ઓવરની ક્રિકેટ રમી નથી. તેને ભારતીય ટીમમાં તક તો મળી જ નથી. આ સિવાય તે વિજય હજારે ટ્રોફીમાં પણ કેરળ તરફથી રમ્યો નથી. ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના તેમની વિરુદ્ધ જઈ શકે છે.
જો ઈશાન કિશનની પસંદગી કરવામાં આવે તો તે ખૂબ જ ચોંકાવનારો નિર્ણય હશે. 2023 ODI વર્લ્ડ કપ પછી, ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી પહેલા તે અચાનક ભારત પરત આવી ગયો હતો. ત્યારપછી તેને કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સ્થાનિક ક્રિકેટની અવગણના કરવા બદલ તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેન્દ્રીય કરારમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp