ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે પહેલા ભારતીય ટીમને મોટો ઝટકોઃ આ ખેલાડી નહીં જાય રાજકોટ

PC: twitter.com

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી વન-ડે મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર રિષભ પંતને બોલ વાગી જતા ઇજા થઇ હતી અને તેને સારવાર માટે મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો અને હવે ન્યૂઝ આવી ગયા છે કે, રાજકોટ વન-ડેમાં રિષભ પંત નહીં રમી શકે છે.  રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે રાજકોટ જશે જ નહીં. આ મેચ 17 જાન્યુઆરીના રોજ રમાવાની છે.

વાત એવી છે કે  મંગળવારના રોજ મુંબઈમાં પહેલી વન-ડે દરમિયાન રિષભ પંતને હેલમેટ પર બેટિંગ દરમિયાન બોલ લાગ્યો હતો, જેને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા આવી ત્યારે તે ફીલ્ડ પર નહોતો આવ્યો અને તેની જગ્યાએ કે.એલ.રાહુલને વિકેટકીપિંગ કરવા માટે આપવામાં આવી હતી.

BCCIના સૂત્રો મુજબ રિષભ પંત અન્ય ખેલાડીઓ સાથે રાજકોટ નહીં જાય. હાલમાં તે મુંબઈમાં રહીને તેની ઇજા પર ધ્યાન આપશે અને ત્યારબાદ તે ટીમ સાથે જોડાશે. સામાન્ય રીતે જે ખેલાડીને માથામાં બોલ લાગે છે તેને 24 કલાક સુધી અંડર ઓબર્ઝર્વેશન રાખવામાં આવે છે.

હજુ એ વાત સ્પષ્ટ નથી કે તે આગામી મેચની પસંદગી માટે ઉપલબ્ધ હશે કે નહીં કે પછી તેને આરામ અપાશે. રિષભને ભારતની ઇનિંગ દરમિયાન  44મી ઓવરમાં પેટ કમિન્સની બાઉન્સર લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp